ચીનની શોર્ટ વિડીયો એપ TikTok ભારતમાં વાપસીની તૈયારી કરી રહ્યું છે. હાલ આ એપનું નામ બદલાઈ ગયું હશે. એક નવા ટ્રેડમાર્ક એપના સંકેત આપ્યા છે જે ભારતમાં વાપસી માટે નવું નામ ‘TickTock’ હોઈ શકે છે. એક ન્યુઝ ચેનલ મુજબ ‘TickTock’ની પેરેન્ટ કંપની બાઈટડાન્સએ જુલાઈ 2021ની શરૂઆતમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડ માર્ક્સ પાસે ‘TickTock’ માટે ટ્રેડમાર્ક ફાઈલ કર્યું છે. જણાવી દઈએ જે TikTok એ ચીની એપોમાં સામેલ છે જે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી ગયા વર્ષે બેન કરી દીધા હતા.
પ્રતિબંધિત PUBG એ BGMI તરીકે કરી લીધી વાપસી
કેન્દ્ર સરકારે શરૂઆતમાં શી-ઈન (Shein), શેર ચેટ, ઈએસ ફાઈલ એક્સપ્લોર સહીત 59 એપને સૂચના પ્રધ્યોગીકરણ અધિનિયમ અને આઇટી નિયમ 2008ની ધારા-69ની જોગવાઈ હેઠળ બેન કરી દીધા હતા. એમાં કહ્યું હતું કે ઉપલબ્ધ જાણકારીને ધ્યાનમાં રાખતા એવી ગતિવિધિ લિપ્ત છે, જે ભારતની સંપ્રભુતા તેમજ અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા વિરુદ્ધ છે. ભારતમાં TikTok પર પ્રતિબંધ લગાવ્યાના મહિના પછી સરકારે પબજીને પણ બ્લોક કરી દીધી હતી. એમાં હાલમાં જ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાના રૂપમાં વાપસી કરી છે.
બાઈટડાન્સ નવા નિયમ હેઠળ ફરી કરવા માંગે છે શરૂઆત
TickTock ટ્રેડમાર્ક એપ્લિકેશન 6 જુલાઈ 2021ના રોજ આપવામાં આવી છે. એમાં એની સર્વિસની જાણકારી આપવામાં આવી છે. જો કે એ ઉપરાંત TikTok ની સંભવિત વાપસીને લઇ પુખ્ત જાણકારી નથી. નવી એપ્લિકેશનની ખબર એવા સમયે આવી છે જયારે બાઈટડાન્સના સૂત્રોએ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે નવા નિયમોમાં ચીની એપ્સને પ્રતિબંધિત કરવાની જગ્યાએ એમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આ પહેલા જૂન 2021માં બાઈડને TikTok અને વીચેટ પર લાગેલ પ્રતિબંધ રદ કરવા વળાઈ એક કાર્યકારી આદેશ પર સાઈન હતી.
આ સમાચાર વાંચવા માટે આ લીંક પર ક્લિક કરો….
ટંકારામાં Bio Diesel ના જથ્થા સાથે ભાજપ આગેવાન સહીત ચાર ઝડપાયા, ૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત