દક્ષિણ કોરિયાઈ (South Korean) ટેક દિગ્ગજ કંપની LG એક એવું સ્માર્ટ ફેસ માસ્ક (smart face mask) લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં માઈક અને સ્પીકર પણ હશે જેનાથી યુઝર્સને માસ્કને નીચે કર્યા વગર જ સારી રીતે વાત કરવામાં મદદ થઈ શકેશે. LG એ ગત વર્ષે પુરીકેયર વિયરેબલ એર પ્યોરીફાયર લોન્ચ કર્યો હતો. જેનું બીટા મોડલમાં હવે સુધારો કરવામાં આવી રહ્યું છે. આ માસ્કમાં માઈક્રોફોન અને સ્પીકર VoiceON ટેક્નોલોજી ઉપર કામ કરે છે. આનાથી યુઝર્સને માસ્ક નીચું કર્યા વગર જ વાતચીત કરી શકેશે.
આ ટેક્નોલોજી યુઝર્સની અવાજને વાત કરતા સમયે આપ મેળે ઓળખી લે છે. અને ઈન બિલ્ટ સ્પીકર્સની મદદથી દરેક શબ્દો સરળતાથી સાંભળી શકાય છે. કંપનીનું કહેવું છે કે પુરીકેયરની ડિઝાઈન ખુબજ હળવી છે. જેના કારણે તે યુઝર્સ આને આખો દિવસ કોઈપણ પરેશાનીથી પહેરી શકે છે.
યુનિક એર સોલ્યૂશન ટેક્લોનલોજીનો ઉપયોગ
LG ના યુનિક એર સોલ્યૂશન ટેક્નોલોજીનો ઉપયોગ તરતા સમયે નવા પુરીકેયર વેરીએબલ નાના, હળવા અને એફ્ફિસિએન્ટ મોટરની સાથે ખુબ જ સારું પ્રદર્શન કરે છે. LG ના એક નિવેદન પ્રમાણે આને ડ્યૂઅલ ફેન્સમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ યુઝર્સને શ્વાસ લેવાની પેર્ટન મહેસૂસ કરીને ઓટોમેટિક એરફ્લોને કંટ્રોલ કરે છે. આ માસ્કનું વજન 94 ગ્રામ છે અને આમાં 1000 mAHની બેટરી સાથે આવે છે જે આઠ કલાક સુધી પહેરી શકાય છે. જે એક નોર્મલ યુએસબી કેબલ સાથે બે કલાકમાં રિચાર્ચ થઈ જાય છે.
આગામી મહિનામાં થાઈલેન્ડમાં થશે લોન્ચિંગ
કંપની આ માસ્કને લોન્ચ કરવાની તારીખની જાહેરાત હજી કરી નથી. પરંતુ એ જરૂર જણાવ્યું છે કે કંપની આગામી ઓગસ્ટમાં થાઈલેન્ડમાં લોન્ચ કરશે. બીજા બજારોમાં લોકલ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ લોન્ચ કરશે. કંપનીએ એ પણ જણાવ્યું કે ટોક્યોમાં ગ્રીષ્મકાલીન રમતો માટે 120 થાઈ એથલીટો, કોચ અને કર્મચારીઓ દ્વારા પુરીકેયર માસ્ક પહેરવામાં આવ્યા હતા.
LG એ ગત જુલાઈમાં પુરીકેર માસ્કને પોર્ટેબલ એર પ્યુરીફાઈયરના રૂપમાં રજુ કર્યું હતું. આ માસ્કમાં શ્વાસ લેવામાં માટે એક સેન્સર લાગેલું છે. જે પહેરનારા વ્યક્તિના શ્વાસ અને ચક્ર અને માત્રાને શોધી લે છે. કંપની પ્રમાણે ડ્યૂલ થ્રી સ્પીડ ફેંસને એડજસ્ટ કરે છે. LG ના એર માસ્ક સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કવર કરે છે.