દેશના શકિતશાળી પ્રધાનમંત્રી સ્વ. ઇંદિરા ગાંધીએ જાણીતા ઉદ્યોગપતિ JRD ટાટાને લખેલો વર્ષો જુનો પત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાને કારણે લોકોએ ધનાધન આ પત્રને વાયરલ કર્યો છે.લોકો પત્રને રિટવીટ પણ કરી રહયા છે. પત્રમાં ઇંદિરા ગાંધીની શાલિન ભાષા પણ તેમના વ્યકિતત્વને અનુરૂપ છે.
RPG ગ્રુપના ચેરમેન, બિલિયોનર અને ટવિટર પર પોતાની દમદાર હાજરી માટે જાણીતા હર્ષ ગોએન્કાએ સ્વ ઇંદિરા ગાંધીએ દેશના સૌથી સન્માનીય ઉદ્યોગપતિ JRD ટાટાને લખેલો 50 વર્ષ જુનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ પત્રમાં કેટલીક એવી વાત લખાયેલી છે જેને કારણે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. ટાઇપરાઇટરના માધ્યમથી 5 જુલાઇ 1973ના દિવસે ઇંદિરા ગાંધીએ હકિકતમાં JRD ટાટા અને તેમના પત્ની થેલ્મા વિકાજી ટાટાને ઉમદા પરફયૂમ ભેટ આપવા બદલ ધન્યવાદ કહેવા માટ લખ્યો હતો.
A very personal letter exchange between a powerful Prime Minister and a giant industrialist. Sheer class ! #Tata pic.twitter.com/RqDKEcSsBf
— Harsh Goenka (@hvgoenka) July 20, 2021
પરસેવા(Sweating) થી ચાર્જ થશે સ્માર્ટફોન અને સ્માર્ટ વોચ, વૈજ્ઞાનિકોએ શોધ્યું આ ખાસ ડિવાઈસ
ટવિટર પર ભૂતકાળની યાદોને વાગોળતી પોષ્ટ માટે જાણીતા હર્ષ ગોએન્કાએ પોતાના ખજાનામાંથી લગભગ 50 વર્ષ જુનો પત્ર પોષ્ટ કર્યો છે જે તત્કાલિન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ 1973માં JRD ટાટાને લખ્યો હતો.
પત્રમાં ઇંદિરા ગાંધીએ JRD ટાટાને JEH લખીને સંબોધન કર્યું છે. ઇંદિરાએ આ પત્રમાં લખ્યું કે પરફયૂમને મેળવીને હું ઉત્સાહિત છુ, તમને અનેક ધન્યવાદ. આગળ શ્રીમતી ગાંધીએ લખ્યું કે સામાન્ય રીતે હું પરફયૂમનો ઉપયોગ કરતી નથી અને આકર્ષક અને સુરૂચિ સંપન્ન દુનિયાથી એટલી દુર રહું છુ કે મને એના વિશે ખબર પણ નથી.પણ નિશ્ચિત રૂપે હું તેનો ઉપયોગ કરીને જોઇશ.
ઇંદિરા ગાંધીએ JRD ટાટાને PM આવાસ આવવા માટે આમંત્રણ આપતા લખ્યું હતુ કે તમે જયારે ઇચ્છો ત્યારે મને પત્ર લખી શકો છો અથવા તમારા વિચારો વ્યકત કરવા માટે મને મળવા આવી શકો છો, ભલે પછી એ વિચારો મારી પસંદના હોય કે ટીકાના રૂપમા. મારા તરફથી તમને અને થેલ્લીને શુભકામના.
હર્ષ ગોએન્કાએ આ પત્રને શેર કરીને લખ્યું છે કે એક શકિતશાળી પ્રધાનમંત્રી અને એક મોટા ઉદ્યોગપતિની વચ્ચેના એક મહત્ત્વના પત્રનું આદાન પ્રદાન શું શાનદાર કલાસ છે. હર્ષ ગોએન્કાએ જેવો પત્ર શેર કર્યો તેની સાથે જ લોકોએ તેને ધનાધન શેર કરવા માંડયો, અત્યાર સુધીમાં 800 લોકો લાઇક કરી ચૂક્યા છે અને 1000થી વધારે લોકો રિટવીટ કરી ચૂક્યા છે.