દેખાવે અળસી જેવા જ લાગતા આ નાના કાળા Sunflower ના બીજને સુપરફૂડ કહેવામાં આવે છે. કારણ કે તેમાં બધા ઔષધીય તત્વો જોવા મળે છે. આ બીજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, જસત, સેલેનિયમ, પ્રોટીન, વિટામિન-બી અને વિટામિન-ઇ જેવા પોષક તત્વો જોવા મળે છે. જેનાથી ડાયાબિટીસથી લઈને હાર્ટ અને કેન્સર જેવા રોગોમાં પણ ફાયદો મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે જાણો.
Sunflower ના બીજ મેગ્નેશિયમનો સારો સ્રોત છે, તેથી તે હાઇ બીપીવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે આ બીજના સેવનથી લોહીની નસો પહોળી થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. હાઈ બીપીવાળા લોકોએ નિયમિતપણે 80 ગ્રામ બીજનું સેવન કરવું જોઈએ.
હૃદય માટે ફાયદાકારક
Sunflower ના બીજમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફલેમેટરી ગુણધર્મો હોય છે. આ સિવાય, આ બીજ ફ્લેવોનોઇડ્સ, પોલીસૈચ્યુરેટેડ ફેટી એસિડ અને ઓલેઈક તેમજ લિનોલીક ફેટી એસિડથી સમૃદ્ધ છે. આવી સ્થિતિમાં આ બીજનું સેવન એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને હૃદયની બધી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.
બ્રેસ્ટ કેન્સર નિવારણ
આ બીજમાં લિગનેન જોવા મળે છે. લિગનેન એ એક પ્રકારનો પોલિફેનોલ હોય છે જે એન્ટિઓક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે અને હોર્મોન પરિવર્તન સાથે સંકળાયેલ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદગાર રહે છે. જો મહિલાઓ આ બીજનું સેવન કરે છે, તો પછી તેમને મેનોપોઝ પછી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. આ સિવાય આ બીજમાં ફાયટોસ્ટ્રોજેન્સ હોય છે જે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનને સંતુલિત કરવાનું કામ કરે છે.
હાડકા અને સ્નાયુઓ માટે સારા
Sunflower ના બીજમાં ચરબી, ખનિજ, વિટામિન ઇ અને પ્રોટીન હોય છે જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેને ખાવાથી સંધિવા અને ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઓછું થાય છે. આ સાથે, તેનાથી પીડિત દર્દીઓને લાભ મળે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
આ બીજમાં ઝીંક પણ જોવા મળે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને કફ અને શરદીથી બચાવે છે. આ સિવાય સેલેનિયમ, જે એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે, તે આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે, તેમજ મુક્ત રેડિકલ્સ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.
પેટ માટે ફાયદાકારક
Sunflower ના બીજમાં ફાઇબર ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ માટે બીજની છાલ દુર કર્યા બાદ જ તેનું સેવન કરવું.