દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ Mukesh Ambani માને છે કે ભારતમાં ત્રણ દાયકાના આર્થિક સુધારણાના ફાયદા આકાશને આંબી રહ્યા છે. તેમણે કહ્યું કે સમાજના સૌથી નીચા સ્તરે સંપત્તિના નિર્માણ માટે વિકાસનું ‘ભારતીય મોડેલ’ જરૂરી છે. જો કે, આ સાથે Ambani એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં દેશ અમેરિકા અને ચીન સમકક્ષ પહોંચી શકે છે.
દેશમાં આર્થિક ઉદારીકરણના 30 વર્ષ પૂરા થવાના પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન Mukesh Ambani એ એક લેખમાં કહ્યું છે કે સાહસી આર્થિક સુધારાને કારણે આપણું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) જે 1991 માં 266 અબજ ડોલર હતું, આજે દસ ગણો વધારો થયો છે. માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા સૌથી મોટી ભારતીય કંપનીના વડા એવા Ambani એ ભાગ્યે જ આવા લેખો લખ્યા છે.
Ambani એ પોતાના લેખમાં કહ્યું છે કે “1991 માં ભારત એક અછત વળી અર્થવ્યવસ્થા હતી, જે 2021 માં સરપ્લસ અર્થવ્યવસ્થામાં ફેરવાઈ ગઈ છે. હવે ભારતે વર્ષ 2051 સુધી એક ટકાઉ સ્તર ઉપર પોતાને બધા માટે સરપ્લસ અને સમાન સમૃદ્ધિના અર્થતંત્રમાં પરિવર્તન કરવું પડશે.
1991 માં અર્થતંત્ર માટે વિઝન સેટ કર્યું
Ambani એ લખ્યું છે કે ભારતે અર્થતંત્રની દિશા અને નિર્ધારણ બંનેમાં ફેરફાર કરવા 1991 માં દ્રષ્ટિ અને હિંમત દર્શાવી હતી. “સરકારે ખાનગી ક્ષેત્રને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં પ્રભાવશાળી ઉંચાઇ પર પણ મૂક્યો છે. આને કારણે છેલ્લા ચાર દાયકાઓમાં આ સ્થાન ફક્ત જાહેર ક્ષેત્ર માટે ઉપલબ્ધ હતું. આનાથી લાઇસન્સ-ક્વોટા રાજ સમાપ્ત થયો, વેપાર અને ઔદ્યોગિક નીતિ ઉદાર થઇ અને મૂડી બજાર અને નાણાકીય ક્ષેત્ર ‘મુક્ત’ બનવા માટે સક્ષમ બન્યું.
છેલ્લા ત્રણ દાયકામાં નોંધપાત્ર સુધારા થયા હતા Ambani એ કહ્યું કે આ સુધારાને કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સમયગાળા દરમિયાન, જોકે વસ્તી 88 કરોડથી વધીને 138 કરોડ થઈ ગઈ છે તેમ છતાં ગરીબી દર અડધો થઈ ગયો હતો. Ambani એ કહ્યું, “ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જેટલું વિચાર્યું હતું તેના કરતા વધુ સુધારો થયો છે. હવે આપણાં એક્સપ્રેસ વે, એરપોર્ટ અને વર્લ્ડ ક્લાસ પોર્ટ છે. આવું જ કંઈક આપણા ઉદ્યોગો અને સેવાઓનું છે.” તેમણે લખ્યું કે “હવે તે અકલ્પ્ય લાગશે કે લોકોને ટેલિફોન અથવા ગેસ કનેક્શનની રાહ જોવી પડતી હતી અથવા તો કંપનીઓને કમ્પ્યુટર ખરીદવા માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી ”
ભારત ચીન અને અમેરિકાની નજીક પહોંચશે
તેમણે કહ્યું કે 2047 માં આપણે આપણી આઝાદીના સો વર્ષ પૂરા કરીશું. આનાથી મોટું સ્વપ્ન બીજું શું હોઈ શકે કે તે સમય સુધીમાં આપણે ભારતને વિશ્વના ત્રણ સૌથી ધનિક દેશોમાં એક બનાવી શકશું. આપણે અમેરિકા અને ચીન સાથે બરાબર રહીશું. Ambaniએ કહ્યું કે આગળનો રસ્તો સહેલો નથી પરંતુ મહામારી જેવા અચાનક અસ્થાયી સમસ્યાઓથી આપણે ડરવાની જરૂર નથી.