આખા જગતમાં રસી સાચવવી એ સૌથી મોટી સમસ્યા હોય છે. કેમ કે મોટા ભાગની રસી ફ્રીજના તાપમાને જ સાચવી શકાય છે. તેની સામે Warm વેક્સિન સામાન્ય તાપમાને સાચવી શકાય એ તેનો મોટો લાભ છે.
બેંગાલુરુ ખાતે આવેલી બાયોટેક કંપની મીનાવેક્સ (Mynvax) અત્યારે ભારતમાં Warm વેક્સિન માટે કામ કરી રહી છે.
વિવિધ પરીક્ષણો દરમિયાન આ રસી 37 ડીગ્રી તાપમાને પણ સલામત રહી શકી છે. સંશોધકોના કહેવા પ્રમાણે 90-100 ડીગ્રી જેવા અસાધારણ ગરમ તાપમાને પણ આ પ્રકારની રસી સાચવી શકાય છે.
ભારત સહિત અનેક દેશોમાં રસીની સાચવણી અને વહેંચણી મોટો પ્રશ્ન છે. કેમ કે અત્યંત નીચા તાપમાને સાચવી શકાતી રસીઓ સાચવવા ખાસ ફ્રિજર જોઈએ. એ ફ્રિજર બધી જગ્યાએ હોય અને ન પણ હોય. જ્યાં ન હોય ત્યાં ઉભા કરવા પડે. એ વ્યવસ્થા સરકારનું આર્થિક ભારણ વધારી દેનારી છે. તેની સામે Warm વેક્સિન અત્યારે જે સગવડ છે તેમાં જ સાચવી શકાય એ મોટો લાભ છે.
આ રસીના પ્રોજેક્ટ પર કામ કરતા ડો.એસ.એસ.વાસને જણાવ્યું હતું કે અત્યાર સુધીના પરિક્ષણોમાં અમને સફળતા મળી છે. એટલું જ નહી કોરોનાવાઈરસના વિવિધ સ્વરૃપ-વેરિઅન્ટ સામે અસરકારક સાબિત થઈ રહી છે.
ગરમ વેક્સિન ગરમ હવામાનવાળા દૂરના વિસ્તારોમાં વેક્સિનેશન માટે ખૂબજ મહત્વપૂર્ણ
આ વેક્સિન રસીકરણની દૃષ્ટિએ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આઈઆઈએસસીના સ્ટાર્ટ-અપ દ્વારા વિકસિત આ વેક્સિન ગરમ આબોહવાવાળા દેશો માટે ‘ગરમ રસી’ છે. સીએસઆઈઆરઓનાં આરોગ્ય અને બાયોસેફ્ટીના ડિરેક્ટર રોબ ગ્રેનફેલે કહ્યું છે કે થર્મોસ્ટેબલ અથવા ગરમ વેક્સિન ગરમ હવામાનવાળા દૂરના વિસ્તારોમાં વેક્સિનેશન માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ રસી ઓસ્ટ્રેલિયાના દૂરના ગ્રામીણ વિસ્તારો તેમજ ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સિવાય આવા સ્થળોએ જ્યાં રેફ્રિજરેટર અને અન્ય સંસાધનોની સુવિધા નથી ત્યાં ગરમ રસી અથવા ગરમ રસી રાખવી પણ ઉપયોગી થશે.
ડેલ્ટા સહિત કોરોના વાયરસના હાલના તમામ વેરિયન્ટ વિરુદ્ધ મજબૂત રોગપ્રતિકારકતા પેદા કરી
ગુરુવારે એસીએસ ઈન્ફેક્શન ડિસિઝ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલ મુજબ, કોરોના વિરોધી રસીની આ ફોર્મ્યૂલા આઈઆઈએસસીના સ્ટાર્ટ-અપ માયનવેક્સે ડેવલપ કરી છે. જેને ઉંદરમાં ખૂબજ રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ છે. સીએસઆઇઆરઓના કોવિડ -19 પ્રોજેક્ટના લીડર અને અભ્યાસના સહ-લેખક એસ.એસ. વાસનના જણાવ્યા અનુસાર, આ રસીનો ઉપયોગ ઉંદરની સીરા પર કરવામાં આવ્યો હતો. જેમાં વેક્સિન ડેલ્ટા સહિત કોરોના વાયરસના હાલના તમામ વેરિયન્ટ વિરુદ્ધ મજબૂત રોગપ્રતિકારકતા પેદા કરી છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ રસી દ્વારા ઉત્પન્ન કરાયેલ એન્ટિબોડી, સાર્સ-કોવ-2 ના આલ્ફા, બીટા, ગામા વેરિયન્ટને અટકાવવામાં પણ સક્ષમ છે.
Warm વેક્સીન શું છે, તે અન્ય રસીથી કેવી રીતે અલગ છે
અસરકારક રહેવા માટે વિશ્વભરની મોટાભાગની રસીઓને રેફ્રિજરેટરમાં રાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડને 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે રેફ્રિજરેટરની જરૂર પડે છે અને ફાઇઝરની રસીનું તાપમાન માઇનસ 70° સે જરૂરી છે. પરંતુ બીજી બાજુ Warm વેક્સીન એક મહિના માટે 37 ° સે તાપમાને સુરક્ષિત રહેશે અને દોઢ કલાક સુધી 100° સે તાપમાને બગડે નહીં. આ કારણોસર તેનું નામ Warm વેક્સીન અથવા ગરમ રસી રાખવામાં આવ્યું છે.
આ સમાચાર વાંચવા માટે આ લીંક પર ક્લિક કરો…..
Sunflower ના બીજના ઘણા ફાયદા છે, તમે જાણશો તો કહેશો કે જડીબુટ્ટી જ છે આજે જ જાણો… |