India and Shri Lanka વચ્ચે રમાયેલી પ્રથમ T-20 માં શ્રીલંકન ટીમનો પરાજય થયો હતો પરંતુ એક શ્રીલંકન ખેલાડી અને Karunaratne માટે આ દિવસ યાદગાર રહ્યો હતો.
ડિસ્કવરી ઓફ ધ સીરિઝ
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમવામાં આવી છે અને હવે ત્રણ મેચની T-20 શ્રેણી રમવામાં આવી રહી છે. આ બંને શ્રેણીની ચાર મેચોમાં હજી સુધી યજમાન શ્રીલંકા માટે સૌથી વધુ પ્રભાવક જો કોઈ ખેલાડી રહ્યો હતો હોય તો તે છે ઓલરાઉન્ડર ચામિકા Karunaratne. પોતાના ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે, ચામિકા Karunaratne ની શ્રીલંકન ટીમના કોચ મિકી આર્થર દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે અને તેને ડિસ્કવરી ઓફ ધ સીરિઝ એટલે કે આ સિરીઝની નવી શોધ એવું કહીને નવાજ્યો હતો.
ડેબ્યૂ મેચમાં જ મળી અનમોલ ભેટ
જો કે, T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં Karunaratne ની શરૂઆત એટલી સારી નહોતી કારણ કે શ્રીલંકન ટીમ ભારત સામેની પ્રથમ ટી-ટ્વેન્ટીને 38 રનથી હારી ગઈ હતી.
Karunaratne પણ બેટ અને બોલથી ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ આ મેચમાં તેની સાથે કંઈક એવું બન્યું, જે તે આખી જીંદગી ભૂલી નહીં શકે, કારણ કે તેણે પોતાની પ્રથમ ટી -20 નાં દિવસે તેને પોતાના રોલ મોડલ સમાન ખેલાડી પાસેથી વિશેષ ભેટ મળી હતી. આ ભેટ કદાચ ચમીકા ક્યારેય નહીં ભૂલી શકે.
હાર્દિકને પોતાનો રોલ મોડલ માને છે ચમીકા
ચમીક Karunaratne ભારતીય ખેલાડી હાર્દિક પંડયાને પોતાનો રોલ મોડલ માને છે. કારણ કે કરુણારત્ને પણ ફાસ્ટ બોલર કમ ઓલરાઉન્ડર છે. તેને પોતાની ડેબ્યૂ મેચમાં જ પોતાના રોલ મોડલ પાસેથી એક બેટ ગિફ્ટ મળ્યું હતું. આ વાતની જાણકારી ખુદ ચમીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આપી હતી.
ભારત સામે પ્રભાવશાળી રમત
આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડર શ્રીલંકા માટે એક ટેસ્ટ મેચ, સાત વનડે અને એક ટી-ટ્વેન્ટી રમી ચૂક્યો છે. ભારત સામેની પ્રથમ વન-ડેમાં Karunaratne એ આઠમાં ક્રમે બેટિંગમાં આવીને માત્ર 35 બોલમાં 43 રન ફટકાર્યા હતા. રવિવારે રમાયેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચમાં ભારતે શ્રીલંકાને 38 રને પરાજય આપ્યો હતો.