હાલ પ્રવર્તમાન સમયમા ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમા નોંધપાત્ર ઘટાડો જોવા મળતા જ શાળા-કોલેજોમા ફરી ઓફલાઇન Education શરૂ કરવાની કવાયત હાથ ધરવામા આવી છે. હાલ,ધોરણ ૯ થી ૧૨ અને કોલેજોમાં શરૂ કરવામાં આવેલ શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયાથી જ ધોરણ ૫-૮ ની શાળા શરૂ કરવા અંગે વિચારણા અને ચર્ચાઓ ચાલી રહી છે.
જો કે નાના ભૂલકાંઓ એટલે કે, ધોરણ ૧ થી ૫ માટે Education વિભાગ કોઈપણ જાતની ઉતાવળ કરવા ઇચ્છતું નથી. આ ધોરણો માટે Education વિભાગ દિવાળી બાદનો સમયકાળ વિચારી રહી છે ત્યારે હાલ આવનાર સમયમા જો આ નિર્ણય લેવાય તો તેની સાથે શું-શું સાવચેતીઓ રાખવી પડશે તે અંગે આપણે થોડી ચર્ચાઓ કરીએ.
Offline સાથે Online Education પણ રખાશે ચાલુ :
હાલ, આખા ગુજરાતમાં ૧૫ જુલાઈના રોજથી ધોરણ ૧૨ અને ૨૬ જુલાઈના રોજથી ધોરણ ૯ થી ૧૧ માટે Offline શાળાઓ શરૂ કરી દેવામા આવી છે. ત્યારે હાલ Education Minister ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આવનાર સમયમા અન્ય ધોરણના કલાસીસ પણ શરૂ કરવા માટેની તૈયારી કરી રાખી છે તેવું લાગી રહ્યું છે.
Education Minister એ હાલ થોડા સમય પહેલા થયેલી ચર્ચામાં એવું જણાવ્યું હતું કે, કોરોનાનુ સંક્રમણ હાલ હળવું થતા ધોરણ ૯ થી ૧૧ ના કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આવનાર દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક યોજાશે. અહી નિર્ણય લેવાશે કે, બાકીના વર્ગો ક્યારે શરૂ કરવામાં આવશે? જો કે, વર્ગો શરુ થયા બાદ પણ બાળકો માટે શાળાએ આવવુ ફરજીયાત નહિ રાખવામા આવે અને Offline ની સાથે Online Education પણ હજુ ચાલુ જ રાખવામાં આવશે.
વિદ્યાર્થીઓ GUJCET માટે તૈયાર !! શિક્ષણ બોર્ડે જાહેર કરી પરીક્ષાની તારીખ, આજે જ જાણો…
ધોરણ ૬ થી ૮ ના કલાસીસ ફરી ચાલુ કરવા શરુ થઇ ગઈ તૈયારીઓ :
Education Minister ના ઉપરોક્ત સૂચનો પરથી એવો આભાસ થઇ રહ્યો છે કે, ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા માટે પણ Education વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે. હાલ, રાજ્યની તમામ શાળાઓમાં વર્ગોની સાફ-સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી જ ધોરણ ૫ થી ૮ ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. જો કે, હજુ ધોરણ ૧ થી ૫ શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈપણ પ્રકારનો જોખમ લેવા તૈયાર નથી માટે નાના ભૂલકાંઓનું Education કાર્ય દિવાળી બાદ શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે.
આવનાર સમયમા શાળાઓમાં ધોરણ ૫ થી ૮ શરુ કરવા અંગે થઇ શકે વિધિવત જાહેરાત :
હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેમા ૫૦ ટકા કેપિસિટી સાથે ઓડ ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત હાલના સમય પુરતી શાળાઓમા વિદ્યાર્થીની હાજરી પણ મરજિયાત રાખવામાં આવશે. વાલીઓના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. હાલ હજુ પણ આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમા ચર્ચા થશે અને ત્યારબાદ રાજ્ય સરકાર આ અંગે વિધિવત રીતે જાહેરાત કરશે.
હાલ, ગુજરાત રાજ્યમા ૨૬ જુલાઈના રોજથી ધો.૯ થી ૧૧ની શાળાઓ Offline Education માટે શરૂ થઈ ચુકી છે ત્યારે પહેલા દિવસની જો વાત કરીએ તો ધો. ૯ થી ૧૧ મા ૨૫ ટકા કરતા પણ ઓછી હાજરી નોંધાઈ હતી. હાજર વિદ્યાર્થીઓના મુખ પર લગભગ ૬ મહિના બાદ ક્લાસરૂમમાં ભણીને જે ખુશી ચમકી રહી હતી તે સાફ દેખાઈ રહી હતી.
૧૫ જુલાઈના રોજથી રાજ્યમા ધો.૧૨ ની શાળાઓ અને કોલેજો શરૂ કરી દેવાઈ છે. એક અભ્યાસ મુજબ ધોરન ૯ થી ૧૧ ની ૧૨ હજાર ૯૩૪ શાળાઓમાં પ્રથમ દિવસે ત્રણ લાખ બોતેર હજાર નવસો ચૌદ વિદ્યાર્થીમાંથી છીયાસી હજાર સાતસો ચોત્રીસ વિદ્યાર્થી હાજર રહેતા ૨૩.૨૬ ટકા હાજરી નોંધાઈ હતી. જ્યારે ધોરણ ૧૦ મા ચાર લાખ ચાર હજાર વિદ્યાર્થીમાંથી અઠાણુ હજાર સતાવન વિદ્યાર્થી એટલે કે, ૨૪.૨૫ ટકા હાજરી નોંધાઈ હતી. ત્યારે હજુ પણ કોરોના Education ને કેટલું અસર કરશે તે તો હવે આવનાર સમયમાં જ ખબર પડશે.