સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ વિશ્વભરના દેશોમાં જીવલેણ કોરોના વાયરસની મહામારીને ખત્મ કરવા માટે મહત્વના પગલાં પણ લઈ રહ્યા છે, અને પૂરજોશમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે. જેમ જેમ કોરોનાના નવા વેરીએન્ટ આવી રહ્યા છે, તેમ તેમ તેના સંક્રમણના લક્ષણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. હવે એક નવા તારણમાં જાણવામાં મળ્યું છે કે કોરોના Vaccine લેવાવાળામાં પણ કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે. લંડનમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Vaccineના બનને ડોઝ લઈ ચૂકેલા લોકોમાં પણ સતત ઉધરસ, તાવ અને સ્મેલની કમી જેવા લક્ષણો સામે ઝઝૂમી રહ્યા છે.
નવા અભ્યાસ મુજબ જે લોકોએ Vaccine લીધી છે, તેમના છીંકવાને કોરોના વાયરસના લક્ષણનાં રૂપમાં રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. કિંગ્સ કોલેજ લંડનના શોધકર્તાઓના અનુસાર જે લોકોનું અત્યાર સુધી રસીકરણ નથી થયું તેમનામાં શરદી, તાવ, અને એલર્જી જેવા લક્ષણો દેખાવાની વધુ સંભાવના છે.
શોધકર્તાઓના જણાવ્યા મુજબ Vaccine લગાવનાર લોકો તે રીતના લક્ષણોનું અનુભવ કરે છે કે જેવીરીતે વગર Vaccine લગાવવાળા લોકો કરે છે. જો કે વેક્સિનેટેડ થઈ ગયેલા લોકોમાં આવા લક્ષણ બહુજ હલ્કા અથવા નાન લક્ષણો દેખાયા છે. રિપોર્ટનાં સંક્રમિત લોકોએ એક ઓનલાઈન એપના માધ્યમથી પોતાના કોવિડ લક્ષણોની જાણકારી આપી હતી. કોવિડ-19ના લક્ષણો સ્પષ્ટ રૂપથી બદલાઈ ગયા છે. ડેલ્ટા વેરીએન્ટ તેનું એક કારણ હોઈ શકે છે. જે યુકેમાં અત્યાર સુધી 99% સંક્રમણો માટે જવાબદાર છે.
જોકે જે લોકોએ પહેલા જ Vaccine લઈ લીધી છે, તેમને ઓછા સમયમાં હળવા લક્ષણોની સૂચના આપી છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે હવે Vaccine લગાવેલા લોકો પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. જો કે રિસર્ચના તાજા ડેટા એ વાતની પણ પુષ્ટી કરે છે કે આ લોકોમાં સામાન્ય રીતે હળવા લક્ષણ હોય છે, અને આ રસીકરણ ગંભીર હોય છે. ત્યાંસુધી કે તે જીવલેણ કોવિડ-19ને પણ રોકે છે.