પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોની વચ્ચે હવે વાહન બનાવતી કંપનીઓ ઈલેક્ટ્રોનિક મોબિલિટી માટે નવા મોડલ રજૂ કરવામાં લાગ્યા છે. દેશની મુખ્ય વાહન બનાવતી કંપની Tata મોટર્સ પણ પોતાની શાનદાર પ્રમીયમ હૈચબૈક કાર Tata Altroz માટે નવી ઈલેટ્રોનિક્સ મોડલ પર ઝડપથી કામ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ કંપનીની પહેલી કાર હશે, જે ALFA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આવો જાણીએ તેની ડ્રાઈવીંગ રેંજ, કિંમત અને ફીચર વિશે…
Altroz EVમાં Tata મોટર્સ જિપટ્રોન ઈલેટ્રિક પાવરટ્રેનનો ઉપયોગ કરશે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે કારમાં એક વધારાની બેટરી બૈક વિકલ્પ મળવાની પણ સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સમાં બતાવામાં જઈ રહ્યા છે કે, આ બેટરી પૈક 25 થી 40 ટકા વધારે ડ્રાઈવીંગ રેંજ આપે છે. જે લગભગ 500 કિમી બરાબર હશે.
રિપોર્ટનું માનીએ તો, આ કાર સિંગલ ચાર્જમાં 500 કિમી સુધી સફર કરશે. કેમ કે Tata Altroz ઈલેક્ટ્રિક નેક્સોન ઈવીની સરખામણી એક મોટી બેટરી પૈક સાથે આવશે. એટલા માટે માનવામાં આવી રહ્યુ છે કે, તેને ચાર્જ થવામાં પણ વધારે સમય લાગે. જો કે હજૂ આ અંગે કંપની તરફથી કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. અને ડ્રાઈવીંગ રેંજના આ આંકડા એક તરફથી મીડિયા રિપોર્ટના આધારિત છે.
હાલના સમયમાં Tata મોટર્સ પોતાની Nexon ઈલેક્ટ્રિકમાં 30.2 kWhની ક્ષમતા બેટરીનો ઉપયોગ કર્યો છે. આ એસયુવીની ઈલેક્ટ્રિક મોટર 127bhpની પાવર જનરેટર કરે છે. આ એસયુવી સિંગલ ચાર્જમાં 312 કિમી સુધી ડ્રાઈવીંગ રેંજ આપે છે. આ હિસાબે જો અલ્ટોરઝ ઈલેક્ટ્રિક માટે 25થી 40 ટકા વધારે ડ્રાઈવીંગ રેંજનો દાવો કરવામાં આવે છે, તો આ કાર 500 કિમી ડ્રાઈવીંગ રેંજના આંકડાને ટચ કરી શકે છે.
Tata Altroz ઈલેક્ટ્રિકને કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા નવી FAME II સ્કીમનો પણ લાભ મળશે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ સ્કીમની અસર કારની કિંમત પર સ્પષ્ટ રીતે જોવા મળશે. જો કે લોન્ચ પહેલા આ કારની કીંમત વિશે કંઈ પણ કહેવુ મુશ્કેલ છે. પણ જાણકારોનું માનવું છે કે, તેને 10થી 12 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે.