રાજ્યમાં શાળામાં બાળકોની પરીક્ષા લેતા Teacher ની પણ કસોટી લેવામાં આવશે. ગુણવત્તા લક્ષી શિક્ષણ માટે Teacher ની સજ્જાત ખૂબજ અગત્યનું પરિબળ છે, બીજી તરફ NEP 2020માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે Teacherની સજ્જતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરેથી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તમામ Teacher ને તેમની જરૂરીયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી તે અત્યંત જરૂરી છે.
રાજ્યમાં શાળામાં બાળકોની પરીક્ષા લેતા Teacher ની પણ કસોટી લેવામાં આવશે
શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાતો જાણવી ખાસ રીતે આવશ્યક
બીજી તરફ Teacher ને તેમની જરૂરીયાત મુજબ તાલીમ અને ઓનસાઈટ સપોર્ટ એટલે કે મદદ મળી રહે તે માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાતો જાણવી ખાસ રીતે આવશ્યક છે.
તે માટે શિક્ષકની પોતાના ભણાવવાના વિષયો, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકનની રીત, શિક્ષણના નૂતન પ્રવાહો તેમજ તેમના વર્ગ-વિષયનાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિ કેવી છે, આ તમામ પરીબળોની માહિતી મેળવવી ખાસ રીતે જરૂર છે.
આ પૈકી ત્રણ વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક બાબતોની જાણકારી સંબધી માહિતી મેળવવા મેળવવી ખાસ જરૂરી છે. સાથે સાથે આ માહિતીને મેળવવા માટે તમામ Teacher ને લમાવતું એક શૈક્ષણિક સર્વેક્ષણ પણ કરવામાં આવશે.
સર્વેક્ષણ અંગેની માહિતી
આ સર્વેક્ષણ અંતર્ગત ઉપકરણ તરીકે પ્રશ્નાવલી (કુલ 80 કલમો સમાવતી એક પ્રશ્નાવલી). પ્રત્યેક કલમ માટે પ્રતિચારના વિકલ્પો હશે. જેમાંથી યોગ્ય પ્રતિચાર પસંદ કરવાનો છે.
આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપનાં ઉપકરણ હશે.
A ધોરણ 1થી5
B ધોરણ 6 થી 8 ભાષા-સામાજિક વિજ્ઞાન
C ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન
D HTAT મુખ્ય શિક્ષક
E CRC-BRC કો ઓર્ડ઼ીનેટર
જે તે શિક્ષક,HTAT આચાર્ય અને CRC-BRC કો ઓર્ડ઼ીનેટર ઉપરોક્ત પાંચ પૈકી પોતાને લાગું પડતા વિભાગના સર્વેક્ષણમાં જોડાવાનું છે.
શિક્ષક કયા ધોરણમાં ક્યા વિષય ભણાવે છે તે અંગે SAS પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે માહિતનું પૃથક્કરણ કરવામાં આવશે.
જેમાં ધોરણ 1થી5ના Teacher અને ધોરણ 6થી 8ના Teacher જે પોતે વિષય ભણાવે છે. તે વિષય અંગેની કલમોના જ પ્રતિચાર આપવા. દાત. ધોરણ 1થી5ના શિક્ષક ધોરણ 3થી5માં ગણિત અને ધોરણ 5માં અંગ્રેજી ભણાવે છે, તો તેમણે માત્ર ગણિત અને અંગ્રેજી વિષયની કલમોના પ્રતિચાર આપવા. ગુજરાતી અને પર્યાવરણના પ્રતિચાર આપવાના નથી. જે શિક્ષક ધોરણ 1-2માં શિક્ષણકાર્ય કરાવતા હોય તેમણે ધોરણ-1-2 પ્રજ્ઞાની કલમોના પ્રતિચાર આપવા.
બાળકોની કસોટીનું મૂલ્યાંકન કરનાર Teacher ની કસોટીનું પણ મૂલ્યાંકન થશે
આજ રીતે ધોરણ 6થી 8માં અધ્યાપાન કરાવતા ભાષા તેમજ સામાજીક વિજ્ઞાનના Teacher જેજે ભાષામાં ભણાવતાં હોય તેના પ્રતિચાર આપવાના રહેશે., તેની ,સાથે કોઈ એક ધોરણમાં સામાજીક વિજ્ઞાન વિષયનું અધ્યાપાન કરાવતાં હોય તેમને સામાજીક વિજ્ઞાન વિષયની કલમોના પ્રતિચાર પણ આપવાના રહેશે. ટૂંકમાં SASમાં દર્શાવેલા વિષયનું શિક્ષણ કાર્ય કરાવતા હોય તેના જ પ્રતિચાર આપવાના છે.
તમામ પ્રકારની જવાબદારી અને નિયમો સાથે પરીક્ષા આપવી પડશે
ઉલ્લેખનીય છે કે બાળકોની કસોટીનું મૂલ્યાંકન કરનાર Teacher ની કસોટીનું પણ મૂલ્યાંકન થશે. શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાતો જાણવી ખાસ રીતે આવશ્યક છે, તમામ પ્રકારની જવાબદારી અને નિયમો સાથે પરીક્ષા આપવી પડશે.