કોરોના ગયો પણ Hospitalના ધક્કા ન મટ્યા, હવે સીઝનલ રોગચાળાએ લોકોને દોડાવ્યા, Hospital માં બેડ વધારવા અપાઈ સૂચના
આપણે કોરોના કાળમાં જોયું છે કે Hospital હાઉસફુલ થઈ પડી હતી અને બેડ વધારવાની જરૂર પડી હતી, પણ હવે કોરોના શાંત થયો હોવા છતાં પણ સરકારએ તંત્રને મનપાની Hospitalમાં બેડ વધારવાની સૂચના આપી દીધી છે કારણ કે અમદાવાદમાં કોરોના બાદ હવે સીઝનલ રોગચાળો વકર્યો છે, શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં એકાએક વધારો જોવા મળ્યો છે.
બે મોટી Hospitalના OPD કેસ જોઈ ચોંકી જશો
જો શહેરની બે મોટી Hospitalનો આકડા પર નજર કરવાં આવે તો LG Hospital માં એક દિવસના OPD કેસ 3000 પર પહોંચ્યા છે જ્યારે શારદાબેન Hospitalમાં 2200 કેસની OPD નોંધાઈ છે શહેરની બે જ Hospital માં આવેલા અધધ કેસને ધ્યાને રાખી Hospitalમાં બેડ વધારવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. તાવ,ઝાડ ઉલટીના કેસ મનપા સંચાલિત Hospitalમાં મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સીઝનલ રોગચાળો વધુ ન વકરે એ માટે તેમજ દર્દીઓને તકલીફ ન પડે તેથી સરકારે Hospitalમાં બેડ વધારી દેવાનો આદેશ કર્યો છે
ગુજરાતના અન્ય શહેરો પણ રોગચાળાના ભરડામાં
અમદાવાદ સિવાય ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ રોગચાળાએ મોટા પાયે માથું ઉચક્યું છે, જો વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે જે કારણે બે દિવસમાં ડેન્ગ્યૂના નવા 33 કેસ નોંધાયા છે જ્યારે ચિકનગુનિયાના 11, તાવના 568 કેસ સરકારી ચોપડે નોંધાય ચૂક્યા છે. વધતાં રોગચાળાને ડામવા કોર્પોરેશનની ટીમોએ 19 હજાર ઘરોનો સર્વે કર્યો છે અને 2 કન્સ્ટ્રકશન સાઈટ અને એક સ્કૂલને નોટિસ પણ ફાટકારવામાં આવી છે. સુરત અને રાજકોટમાં પણ સિઝનલ રોગનો દેખાડો જોવા મળ્યો છે. તો ગુજરાતના ગામડાઓ પણ વાયરલ તાવના શિકાર બની રહ્યા છે.
રોગચાળો આઉટ ઓફ કંટ્રોલ
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. ત્યારે આ અંગે 21 ઓગસ્ટના રોજ આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ગત વર્ષે કોરોનાના લીધે લોકો બહાર ન હતા નીકળ્યા પણ આ વર્ષે છૂટછાટ મળતા સીઝનલ કેસમાં વધારો થયો છે. જેમાં વાયરલ, બેક્ટેરિયન ઇન્ફેક્શનમાં વધારો થયો છે. રાજ્યમાં 80 લાખ 73 હજાર લોકોના પરીક્ષણ કરાયા છે. વસ્તીના 12 ટકા લોકોનું લોહી પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલ મલેરિયા 2132, ડેન્ગ્યુ 1042, ચિકનગુનિયાના 490 કેસ નોંધાયા છે. જ્યારે રોગચાળા પર કાબુ મેળવવા 580 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત છે. ત્યારે હાલમાં આ આકડામાં એકાએક મોટો વધારો જોવા મળ્યો છે.
ગૂગલે જાહેર કર્યું એક વર્ષ દરમયાન વર્ક ફ્રોમ હોમ ને લીધે બચાવ્યા $1 બિલિયન
સીઝનલ રોગચાળાથી કેવી રીતે બચી શકાય
જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાણું ઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો,
મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં અને પાણીનો ભરાવો હોય ત્યાં જવાનું ટાળો,
જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર ન નીકળો,
તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ ફ્લૂ ફેલાવાની ભીતિ રહેશે.