યુદ્ધમા ગાંધારી (Gandhari) પોતાના પુત્રના શબ જોઈને ક્રોધે ભરાયા અને શકુનિને શ્રાપ આપ્યો કે, ‘મારા 100 પુત્રોનું મૃત્યુ શય્યા સુધી પહોંચાડનાર ગાંધાર નરેશ તારા રાજ્યમા કયારેય પણ શાંતિ નહિ રહે.
તાલિબાનોએ જ્યારથી અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે ત્યારથી તેની સાથે સંકળાયેલ અનેક પ્રકારની માહિતીઓ પણ બહાર આવી રહી છે. ક્યારેક રાષ્ટ્રપતિની ફરાર થયાની ખબર તો ક્યારેક તાલિબાનોએ કરેલા હથિયારના કબ્જાની ખબર. ત્યારે હાલ આ ખબરોની વચ્ચે એક નવો ઐતિહાસિક ખુલાસો આવ્યો છે જેના વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશું.
તો ચાલો આજે અમે તમને ઇતિહાસના જુના પાનાઓ પર લઈ જઈએ કે, જેમા અફઘાનિસ્તાનનું ભારત જોડાણ જણાવવામા આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, અફઘાનિસ્તાન સાથે ભારતના સંબંધો એક દાયકા કે એક સદી જૂના નથી પરંતુ, ભારત સાથે અફઘાનિસ્તાન નો પાંચ હજાર વર્ષ જૂનો સંબંધ છે. આ ઉપરાંત આ જગ્યા સાથે હજુ પણ એક રસપ્રદ વાત એ જોડાયેલી છે કે, ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ ગણાતા મહાભારતના ષડયંત્રની શરૂઆત અહીંથી જ થઈ હતી. ચાલો આ અંગે આગળ હજુ થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.
કંધાર એ પહેલા ગાંધાર તરીકે ઓળખાતુ હતુ પરંતુ, સમય જતા ગાંધાર એ કંધારમાં બદલાયુ. હવે ગાંધાર એ કંધાર કેવી રીતે બન્યુ તેનો સંપૂર્ણ ઉલ્લેખ વેદ વ્યાસજીના મહાભારતમા કરવામા આવ્યો છે. આપણે સૌ એ વાત તો જાણીએ જ છીએ કે, 5500 વર્ષ પહેલા રાજા સુબલ ગાંધાર પર શાસન કરતા હતા. તેમની પુત્રીનું નામ ગાંધારી (Gandhari) હતું કે, જેના વિવાહ હસ્તિનાપુરના રાજકુમાર ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા.
રાજા સુબલના એક પુત્ર પણ હતા જેમનુ નામ શકુની હતુ અને પિતાના મૃત્યુ બાદ સમગ્ર રાજપાઠ તેમના હાથમા આવી ગયુ હતુ. શકુની હમેંશા ભીષ્મને પોતાના પરિવારની બરબાદીનું કારણ સમજતા હતા અને આ કારણોસર જ તેમણે કુરુવંશના નાશ માટે તેમણે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનુ યુદ્ધ કરાવ્યુ. મહાભારતના યુદ્ધમા ગાંધારી (Gandhari) પોતાના પુત્રના શબ જોઈને ક્રોધે ભરાયા અને શકુનિને શ્રાપ આપ્યો કે, ‘મારા 100 પુત્રોનું મૃત્યુ શય્યા સુધી પહોંચાડનાર ગાંધાર નરેશ તારા રાજ્યમા કયારેય પણ શાંતિ નહિ રહે.’ હાલ જ્યારે તાલિબાનોના કારણે અફઘાનિસ્તાનની હાલત સાવ કફોળી બની છે ત્યારે ગાંધારી (Gandhari)નો આ શ્રાપ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. એવુ માનવામા આવી રહ્યુ છે કે, ગાંધાર ગાંધારી (Gandhari)ના શ્રાપના ડંખમાંથી આજ સુધી પણ બહાર આવી શક્યું નથી.
વિશ્વનો સૌથી શક્તિશાળી Passport કયો ? ભારતનો Passport ક્યા સ્થાન પર છે આજે જ જાણો…
એવું માનવામાં આવે છે કે, પાંડવોની સામે પરાજયનો સામનો કાર્ય બાદ પણ કૌરવોના સેંકડો વંશજો અફઘાનિસ્તાન આવીને વસ્યા હતા. અહીંથી ધીમે-ધીમે તે ઇઝરાયલ અને સાઉદી અરેબિયા તરફ વળ્યા હતા.
મહાભારતકાળ પૂરો થયા પછી અહીં બૌદ્ધ ધર્મનો ધીરે-ધીરે પ્રચાર થવા લાગ્યો. એશિયાના અમુક વિસ્તારોમાં પણ બૌદ્ધ ધર્મ ઝડપથી ફેલાવા લાગ્યો. ભગવાન શિવની પૂજા ધીમે-ધીમે અહીંથી લુપ્ત થતી થઈ અને પછી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ તેમના ધર્મને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. મુસ્લિમ શાસકોએ અહીં કબ્જો કર્યો તે પહેલા ઘણા મૌર્ય શાસકોએ અહીં શાસન કર્યું. તે પછી 11મી સદીમાં મહમૂદ ગઝનવીએ અહીં પોતાની સતા સ્થાપિત કરી અને ગાંધારનુ નામ બદલીને કંધાર કર્યું. ઐતિહાસિક પુરાવા હાલ એવુ સૂચવે છે કે, ગાંધર રાજ્યમાં હાલના ઉત્તરી પાકિસ્તાનનો ભાગ પણ શામેલ હતો.