‘KGF 2′ ફિલ્મ દેશમાં ૫ ભાષાઓમાં રિલીઝ થશે..
કોરોના મહામારીના કારણે ફિલ્મ ‘KGF 2’ ની રિલીઝ ડેટ સતત સ્થગિત કરવામાં આવી હતી. ફિલ્મ નિર્માતાઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. લાંબા સમય બાદ આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF 2’ ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. કન્નડ સુપરસ્ટાર યશે ખુદ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. રિલીઝ ડેટ બહાર આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મ અંગેની ઉત્સુકતા વધી છે.
યશે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફિલ્મનું નવું પોસ્ટર અને પ્રકાશન તારીખ ફેન્સ સાથે શેર કરી છે. યશે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજની અનિશ્ચિતતાઓ માત્ર અમારા રિઝોલ્યુશનમાં વિલંબ કરશે, પરંતુ વચન પ્રમાણે જ થશે. અમે ૧૪ મી એપ્રિલ ૨૦૨૨ ના રોજ થિયેટરોમાં આવીશું. યશની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી રૂપાણીની MacDonald વાળી સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો
ફિલ્મ ‘KGF 2’ ની સામે આવેલી પોસ્ટમાં ફિલ્મના તમામ મહત્વના પાત્રો જોવા મળે છે. વ્હાઈટ અને બ્લેક અને પોસ્ટર ખૂબજ આકર્ષક અને શકિતશાળી લાગી રહ્યું છે. ફિલ્મના ડિરેકટર પ્રશાંત નીલે પણ ફિલ્મની પોસ્ટ શેર કરી છે અને ફ્રેન્ચાઇઝીના ચાહકોને રિલીઝ ડેટ જણાવી છે. ચાહકોની જેમ ફિલ્મની ટીમ પણ દ્યણી ઉત્સાહિત છે. ફિલ્મમાં અધિરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળતા સંજય દત્ત એ પણ ફિલ્મની પોસ્ટ શેર કરી છે અને તેના ફેન્સને રિલીઝ ડેટ વિશે જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે ‘KGF 2’ નું ટ્રેલર રિલીઝ થયાને દ્યણો સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં ફેન્સ કન્નડ સ્ટાર યશની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનો પહેલો ભાગ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. બાહુબલીની જેમ, કેજીએફ ચેપ્ટર ૧ ને પણ ચાહકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને દેશભરમાં ફિલ્મ વિશે ચર્ચાઓ થઈ હતી. ‘KGF 2’ ફિલ્મ દેશમાં ૫ ભાષાઓમાં રિલીઝ થશે.