શું કોરોના વાયરસની ત્રીજી Wave દેશમાં આવી ચૂકી છે? આ સવાલનો જવાબ હૈદરાબાદના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ છે.
તેની શરૂઆત 4 જુલાઇથી જ શરૂ થઈ ગઈ
વૈજ્ઞાનિક ડૉ. વિપિન શ્રીવાસ્તવ આપ્યો રિપોર્ટ
આ તારણ 461 દિવસના વિશ્લેષણના આધારે આપ્યું
તેની શરૂઆત 4 જુલાઇથી જ શરૂ થઈ ગઈ
શું કોરોના વાયરસની ત્રીજી Wave દેશમાં આવી ચૂકી છે? આ સવાલનો જવાબ હૈદરાબાદના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ છે. આ સવાલનો જવાબ ચોંકાવનારો છે. તેમણે કહ્યું છે કે કોરોનાની ત્રીજી Wave આવી ચૂકી છે અને તેની શરૂઆત 4 જુલાઇથી જ શરૂ થઈ ગઈ છે.
દેશના જાણીતા ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિક ડૉ. વિપિન શ્રીવાસ્તવ છેલ્લા 15 મહિનાથી સંક્રમણના આંકડાઓ પર અને મૃત્યુ દર પર વિશ્લેષણ કરી રહ્યા છે.
જયારે વીજળી કડાકા કરતી હોય ત્યારે ભૂલથી પણ આ કામ ના કરવા, તેનાથી બચવા શું કરવું ??
વૈજ્ઞાનિક ડૉ. વિપિન શ્રીવાસ્તવ આપ્યો રિપોર્ટ
હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર અને વાઇસ ચાન્સેલર શ્રી વાસ્તવે કહ્યું કે 4 જુલાઇથી જ કોરોના સંક્રમણના નવા કેસો અને મૃત્યુ દર એ ઈશારો કરી રહે છે કે દેશમાં ત્રીજી Wave આવી ચૂકી છે. આ ટ્રેન્ડ હાલ ફેબ્રુઆરી 2021ના પહેલા અઠવાડિયા જેવો રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી Wave આવી હતી અને એપ્રિલમાં ચરમ સીમા પર પહોંચી ગઈ છે.
આ તારણ 461 દિવસના વિશ્લેષણના આધારે આપ્યું
શ્રીવાસ્તવે આગળ વાત કરતાં કહ્યું કે જો લોકોએ કોરોનાના પ્રોટોકોલનું પાલન ના કર્યું તો ત્રીજી Wave વધુ વેગ પકડી શકે છે. ત્રીજી Waveને કાબૂમાં રાખવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝર, માસ્ક પહેરવું, આ ત્રણ નિયમનું પાલન એકદમ કડકાઇથી કરવું પડશે. તેમણે આ વાતચીત એક ન્યૂઝ મીડિયામાં કહી હતી. આ તારણ તેમણે 461 દિવસના વિશ્લેષણના આધારે આપ્યું છે. તેમણે તૈયાર કરેલ મેટ્રીક્સ મુજબ ત્રીજી લહેર 4 જુલાઇના રોજ આવી રહી છે. આ માટે તેમણે “ડેઇલી ડેથ લોડ” DDL એવું નામ પણ આપ્યું છે.