ડિજિટલ વર્લ્ડે ગ્રાહકની નવી ગાડી અથવા ટૂ-વ્હીલરની ખરીદદારીનું માઇન્ડસેટ બદલી નાખ્યું છે. આ ટ્રેન્ડ કોવિડ-19 બાદ સતત વધતો જઈ રહ્યો છે. ઓટો સેક્ટરમાં Online કાર અને સ્કૂટર ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઓટો સેક્ટર કંપનીઓ તેની પ્રોડક્ટનાં બુકિંગ માટે ઓફલાઇન સાથે Online બુકિંગ ઓપ્શન પણ આપી રહી છે. પરંતુ લોકો હવે ઓફલાઇનને બદલે Online બુકિંગ વધુ પ્રિફર કરી રહ્યાં છે.
અહીં આ બદલતા ટ્રેન્ડને રજૂ કરતાં 3 ઉદાહરણ આપવામાં આવ્યાં છે…
1. ઓલા સ્કૂટર
ઓલા કંપનીનો દેશમાં કોઈ ફિઝિકલ સ્ટોર નથી. તેમ છતાં કંપનીની વેબસાઇટની રિઝર્વેશન વિંડોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર માટે મોટી સંખ્યામાં લોકોનો ટ્રાફિક જોવા મળ્યો. ગ્રાહકોની ઉત્સુકતાનો અંદાજ આ જ બાબતથી લગાવી શકાય કે 24 કલાકમાં જ સ્કૂટરને 1 લાખ કરતાં વધુ બુકિંગ મળી ગયાં.
ઓલાએ માત્ર 2 દિવસમાં જ 1100 કરોડ રૂપિયાના સ્કૂટર્સ વેચ્યાં હતાં. એટલે કે કંપનીએ માત્ર 1 સેકંડમાં જ 4 સ્કૂટરનું વેચાણ કર્યું. જો કે, તેની પાછળનું કારણ કંપનીનાં સ્કૂટરનો ભાવ ઓછો હોવાનું છે, જે 499 રૂપિયાથી જ શરૂ થાય છે અને રિફંડેબલ પણ છે.
2. મહિન્દ્રા XUV700
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું આઉટલેટ હોવા છતાં લોકોએ Online બુકિંગમાં જ ઇન્ટરેસ્ટ બતાવ્યો. પહેલા દિવસે 1 કલાકમાં 25 હજાર SUV બુક થઈ ગઈ. તેમજ, બીજા દિવસે SUVને આ આંકડા પર પહોંચવામાં ફક્ત 2 કલાક જ લાગ્યા હતા.
3. MG એસ્ટર
MG મોટર્સની નવી MG એસ્ટર ફક્ત 20 મિનિટમાં 5,000 બુકિંગ મળી ચૂક્યાં છે. આ સાથે જ MG એસ્ટર કારનો સ્ટોક પૂરો થઈ ચૂક્યો છે. કંપનીએ 25 હજાર રૂપિયાની ટોકન અમાઉન્ટ સાથે બુકિંગ ઓપન કર્યું હતું.
MG મોટર્સે 5000 યૂનિટ વેચાણ માટે રાખ્યાં હતાં. જેને કંપનીએ વર્ષના અંત સુધી વેચવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેનું બુકિંગ શરૂ થતાં જ ફક્ત 20 મિનિટમાં કારનો સંપૂર્ણ સ્ટોક જ બુક થઈ ગયો.
Online બુકિંગ કરવાના ફાયદા
પૈસા અને સમય બંનેની બચતઃ-
Online વ્હીકલની ખરીદદારીથી ગ્રાહકના શો રૂમ સુધી પહોંચવામાં લાગતો સમય અને પૈસા બચી જાય છે. ઘર, ઓફિસ ગમે ત્યાંથી પણ બુકિંગ કરવું સંભવ હોય છે. અનેક ડીલર સાથે એક જગ્યાએ જ બેઠાં બેઠાં જ વાત થઈ જાય છે. આ જ કારણ છે કે લોકો Online બુકિંગ પર ભરોસો કરી રહ્યા છે.
વર્ચ્યુઅલ શો રૂમ હોવો:-
ટોયોટા, મહિન્દ્રા જેવી કેટલીક કંપનીઓ હવે વર્ચ્યુઅલ શો રૂમ ઓફર્સ કરે છે. તેની મદદથી ગ્રાહક ઘેરબેઠાં મોબાઇલ અથવા લેપટોપમાં કારના દરેક પાર્ટ જોઈ શકાય છે. એટલે સુધી કે કારનાં ઇન્ટિરિયર પાર્ટ્સ પણ જોઈ શકાય છે.
નવો નિયમ – Train ટિકિટ બુક કરતી વખતે આ ખાસ કોડ ધ્યાનમાં રાખવો, નહીં તો સીટ નહીં મળે
કેશબેક ઓફર્સ:-
Online પેમેન્ટ કરવા પર અનેક બેંકો ડિસ્કાઉન્ટ ઓફર્સ આપે છે. તેમજ, સાથે ફોનપે, પેટીએમ અને ગૂગલ પેથી પણ પેમેન્ટ કરવા પર વિવિધ કેશબેક અને કૂપન જેવી ગિફ્ટ મળે છે.