આગ્રામાં Pakistan ક્રિકેટ ટીમની ઉજવણીનો કરાયો વિરોધ
ભાજપના યુવા નેતાઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
કોલેજના વહીવટી તંત્રએ ત્રણ વિદ્યાર્થીઓને ટર્મિનેટ કર્યા
ભાજપના યુવા નેતાઓએ નોંધાવી ફરિયાદ
આગ્રામાં આરબીએસ કોલેજના વહીવટી તંત્રએ કડક પગલા ભરતા ત્રણ વિદ્યાર્થીઓને ટર્મિનેટ કરી દીધા છે.
આ વિદ્યાર્થીઓ પર કથિત રીતે Pakistan ની જીતની ઉજવણીના સ્ટેટસ વોટ્સએપ પર પોસ્ટ કરવા અને Pakistan ના સમર્થનમાં સુત્રોચ્ચાર કરવાનો આરોપ છે. ભારતીય જનતા પાર્ટીના યુવા શાખાના સ્થાનિક નેતાઓએ પણ આ વિદ્યાર્થીઓ સામે જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે રાજા બળવંત સિંહ એન્જિનિયરીંગ ટેકનિકલ કેમ્પસમાં ભણે છે. આગ્રા સિટીના એસપી વિકાસ કુમારે કહ્યું કે આરબીએસ એન્જિનિયરીંગ કોલેજમાં એક કેસ સામે આવ્યો છે અને પોલીસને આ અંગે ફરિયાદ મળી છે. જેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ચલ બેટા Selfie લે લે રે….પરંતુ હવે આ જીલ્લામાં Selfie ની મજા જેલની સજા
વોટ્સએપ પર દેશ વિરુદ્ધ મેસેજ કરાયા હતા
આગ્રા સિટીના એસપી વિકાસ કુમારે કહ્યું, ભારત-Pakistan મેચ બાદ વોટ્સએપ પર અમુક એવા મેસેજ લખવામાં આવ્યાં હતા. જે દેશની વિરુદ્ધ હતા. આ સંદર્ભે એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે પોલીસને આ અંગે પુરાવા મળ્યાં છે.