બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ, સ્પેન, ફ્રાન્સ અને જર્મની માં કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને વેક્સિનેશ ની અસર દેખાય છે.
- અમેરિકામાં કોરોનાના કેસોમાં થયો 80 ટકાનો ઘટાડો
- સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં પણ પરિસ્થિતિ સુધરી રહી છે
- બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા
- બ્રિટનની 49 ટકા વસતીનું રસીકરણ, કેસોમાં 97 ટકાનો ઘટાડો
- ઈઝરાયલમાં 61 ટકા વસતીનું રસીકરણ
ઈઝરાયલ થયો દુનિયાનો પહેલો કોરોના મુક્ત દેશ, માસ્ક પહેરવું ફરજિયાત નહીં
ઈઝરાયલમાં હવે માસ્ક પહેરવું ફરજિયાત નથી. સ્કૂલ અને કોલેજો તથા કારોબાર ફરી શરુ થઈ ચૂક્યા છે. બજાર ખુલ્લા છે. પ્રવાસીઓની અવરજવર પણ શરુ થઈ છે. અહીંની 61 ટકા વસતીનું રસીકરણ થયું છે. અને 2-3 મહિનામાં 90 ટકા રસીકરણનું સરકારનું લક્ષ્યાંક છે