Morari Bapu(મોરારી બાપુ) એ રાજુલામાં રામકથા દરમિયાન 23 એપ્રિલ ના રોજ મોટી જાહેરાત કરી છે. કોરોનાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ(તલગાજરડા) દ્વારા થઇ રહી છે. Morari Bapu એ કહ્યું આ સિવાય કોરોનાની વિકટ સ્થિતિમાં ઑક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદીરૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવા કર્મીઓ તરફથી 5 લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.
Morari Bapu: ક્યાં અને કેવી રીતે 1 કરોડ વાપરવામાં આવશે?
25-25 લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા આ ચાર તાલુકામાં 1 કરોડ કોરોના સંદર્ભે જરૂરિયાત હશે એ મુજબ વાપરવામાં આવશે. . મોરારિબાપુની આ જાહેરાત થી લોકો ખુબ ખુશ છે.
જરૂરીયાત લોકો ના ઘરે અનાજ-આરોગ્યલક્ષી વસ્તુઓ ની કીટ પ્રસાદી તરીકે પહોંચે તેવી મારી ઇચ્છા
કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રજાએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર કર્યો છે અને બધા માસ્ક વગેરે સુરક્ષિત સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ અંગે અગાઉ બાપુએ જનતાને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે આરોગ્ય યજ્ઞમાં સૌ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. બાપુએ પોતાના હ્રદયની પીડા વ્યક્ત કરતા કહ્યું હતું કે કથા હોય છે ત્યાં પ્રસાદ પણ હોય જ છે. પરંતુ કોરોનાના સમયમાં પ્રસાદની પ્રથા બંધ કરવી પડી છે ત્યારે જરૂરીયાત મંદોના ઘેર-ઘેર પ્રસાદી તરીકે અનાજ અને આરોગ્યલક્ષી વસ્તુઓ કીટ તરીકે 9 દિવસ માટે પહોંચે તેવી મારી ઇચ્છા છે. આવતી કાલે રામનવમીનો દિવસ છે બધાં પોતાનાં ઘરમાં જ રામલલ્લાનો ઉત્સવ મનાવે એવો બાપુએ અનુરોધ કર્યો છે.
મહત્વનું છે કે અમરેલી જિલ્લાના રાજુલામાં મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથાકાર મોરારિબાપૂની રામકથા ગત વર્ષે શરૂ થઇ હતી. જોકે કોરોનાના કેસ ગુજરાતમાં નોંધાતાની સાથે જ બાપુએ ચાલુ કથાને ત્રીજા દિવસે વિરામ આપી દીધો અને કથા પૂર્ણ કરી દેવાઇ હતી. આ વર્ષે ફરીવાર બાપુએ 20 એપ્રિલે કથાનો પ્રારંભ કર્યો છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા આ કથા શ્રોતા વગર જ શરૂ કરવામાં આવી છે. શ્રોતાએ ઓનલાઇન અને ટીવી પર ઘરેથી કથા નિહાળી રહ્યા છે.