પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે લોકોને ચિંતામાં મૂકી દીધા છે. લોકો હવે ઇલેક્ટ્રિક કારના ઓપ્શન તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ ઇલેક્ટ્રિક કારમાં પણ તેને વારંવાર ચાર્જ કરવાની ચિંતા તો રહ્યા જ કરે છે. પરંતુ હવે આ ટેન્શન પણ Triton કંપનીએ દૂર કરી દીધું છે. અમેરિકાની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની Triton એ આ ઇન્ડિયન માર્કેટમાં તેની મોડેલ એચ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે.
આ ઇલેક્ટ્રિક કારની ખાસ વાત એ છે કે સિંગલ ચાર્જ બાદ આ કાર અધધધ 1200 કિમી સુધી ચલાવી શકાય છે. Triton ઊટ દાવો કરે છે કે, આ ઇલેક્ટ્રિક જગત માત્ર બે કલાકમાં હાઈપરચાર્જર દ્વારા ફુલ્લી રિચાર્જ થઈ શકે છે. આ કાર 0-100 સળાવની સ્પીડ માત્ર 2.9 સેકંડમાં પકડી શકે છે. ફુલ ચાર્જ થયા બાદ તેને લગભગ 1200 કિમી સુધી ચલાવી શકાય છે.
આ પ્રકારની રેન્જ ધરાવતી દેશ અને વિશ્ર્વની આ ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર પણ હશે. 7 કલર ઓપ્શનમાં લોન્ચ કરાશે.
Tata લાવી રહી છે સસ્તી ઈલેક્ટ્રોનિક કાર, સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી. જાણો કીમત અને ફીચર્સ
કંપનીએ કહ્યું કે તેને ભારત તરફથી 2.4 અબજ ડોલર (લગભગ 18,000 કરોડ રૂપિયા)ની ખરીદીના ઓર્ડર મળી ચૂક્યા છે. કંપની ટૂંક સમયમાં તેલંગાણાના ઝહિરાબાદ વિસ્તારમાં પોતાનું પ્રોડક્શન યૂનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. તેણે કહ્યું કે, તેઓ આગામી કેટલાક મહિનાઓમાં 300 મિલિયન ડોલરનું રોકાણ કરશે. ભારતની સાથે કંપની બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળમાં પણ કારનું પ્રોડક્શન કરશે.