જો આપ પણ પૈસા કમાવવા માટે કોઈ બિઝનેસ શોધી રહ્યા છો, તો આજે અમે અહીં આપને બમ્પર કમાણી કરાવતા બિઝનેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા આપ દર મહિને લગભગ 60થી 70 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. આપ સ્ટેટ બેંક ઓફ ઈંન્ડિયા (SBI) નું ATM ની ફ્રેન્ચાઈઝી લઈને મોટી કમાણી કરી શકો છો.
સાથે જ જો આપ ઘરની પાસે એટીએમ મશીલ ફીટ કરાવશો, તો વધારાની કમાણી તો ખરી જ !
જણાવી દઈએ કે, એટીએમ લગાવતી કંપની અલગ અલગ હોય છે. ક્યારેય પણ બેંક પોતાની જાતે એટીએમ નથી લગાવતી. બેંક તરફથી અમુક કંપનીઓને એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ આપે છે. જે દરેક જગ્યાએ એટીએમ લગાવવાનું કામ કરે છે. તો આવો જાણીએ કેવી રીતે આપ પણ ફ્રેન્ચાઈઝી લઈને કમાણી કરી શકો છો.
SBI એટીએમ ફ્રેન્ચાઇઝ લેવા માટેની આવશ્યકતાઓ-
તમારી પાસે 50-80 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ.
અન્ય એટીએમથી તેનું અંતર 100 મીટર હોવું જોઈએ.
આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર અને સારી રીતે દેખાઈ તેવી હોવી જોઈએ.
આ 1 કેડબલ્યુ વીજળી કનેક્શન સિવાય 24 કલાક વીજ પુરવઠો હોવો જોઈએ
આ એટીએમમાં દરરોજ આશરે 300 ટ્રાન્ઝેક્શનની ક્ષમતા હોવી જોઈએ.
એટીએમ જગ્યામાં કોંક્રિટની છત હોવી જોઈએ.
વી-એસએટી સ્થાપિત કરવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી કોઈ વાંધા પ્રમાણપત્રની જરૂર નથી.
દસ્તાવેજ
આઈડી પ્રૂફ – આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાર કાર્ડ
સરનામાંનો પુરાવો – રેશન કાર્ડ, વીજળી બિલ, બેંક ખાતું અને પાસબુક
ફોટોગ્રાફ, ઇ-મેઇલ આઈડી, ફોન નંબર
અન્ય દસ્તાવેજો
જીએસટી નંબર
નાણાકીય દસ્તાવેજો
SBI એટીએમ ફ્રેન્ચાઇઝ માટે કેવી રીતે અરજી કરવી
કેટલીક કંપનીઓ એસબીઆઈ એટીએમની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. જણાવી દઈએ કે એટીએમ લગાવતી કંપનીઓ જુદી જુદી હોય છે. ટાટા ઈન્ડિકેશ, મુથૂટ એટીએમ અને ઇન્ડિયા વન એટીએમનો મુખ્યત્વે ભારતમાં એટીએમ લગાવવાનો કરાર છે. આ માટે, તમે આ તમામ કંપનીઓની વેબસાઇટ્સ પર ઓનલાઇન લોગ ઇન કરીને તમારા એટીએમ માટે અરજી કરી શકો છો.
સત્તાવાર વેબસાઇટ
Tata Indicash – www.indicash.co.in
Muthoot ATM – www.muthootatm.com/suggest-atm.html
India One ATM – india1atm.in/rent-your-space
કેટલું રોકાણ કરવું
ટાટા ઈન્ડિકેશ એ તેમની વચ્ચેની સૌથી મોટી અને સૌથી જૂની કંપની છે. તે 2 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઇઝી આપે છે, જે પરત મળવા પાત્ર છે. આ સિવાય 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે કુલ રોકાણ 5 લાખ રૂપિયા છે.
ATM માંથી પૈસા નહી હવે અનાજ નીકળશે, દેશના પહેલા અનાજ ATM ની શરૂઆત
કેટલી કમાણી કરી શકાય છે
કમાણી વિશે વાત કરતા, તમને દરેક રોકડ વ્યવહાર પર 8 રૂપિયા અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર રૂ. 2 મળે છે. વાર્ષિક ધોરણે રોકાણ પર વળતર 33-50 % જેટલું છે. ઉદાહરણ તરીકે, જો તમારા એટીએમ દ્વારા દરરોજ 250 ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, જેમાં 65 ટકા કેશ ટ્રાન્ઝેક્શન છે અને 35 ટકા નોન-કેશ ટ્રાન્ઝેક્શન છે, તો માસિક આવક 45 હજાર રૂપિયાની નજીક હશે. તે જ સમયે, જો દૈનિક 500 વ્યવહારો થાય છે, તો ત્યાં લગભગ 88-90 હજારનું કમિશન રહેશે.