ઈલેક્ટ્રોનિક કાર Company ટેસ્લાની મેન્યુફેક્ચરિંગ યુનિટે પોતાના રાજ્યોમાં સ્થાપિત કરવા માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં પુરી કોશિશમાં લાગી ગયા છે. ગુજરાતમાં કચ્છ તટે આવેલા મુંદ્રામાં ટેસ્લાને 1,000 હેક્ટર જમીન ઓફર પણ આપી દેવામાં આવી છે. ગુજરાતાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યુ હતું કે, તેઓ નક્કી નથી કરી શકતા કે, તેમણે ગુજરાતમાં આવવુ જોઈએ કે, બેંગલુરૂમં જ રહેવુ જોઈએ. તેઓ ગુજરાત અને કર્ણાટક બંને સરકારો સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વર્ષે જ 8 જાન્યુઆરીના રોજ Company એ બેંગલુરૂમાં ટેસ્ટા ઈંડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટર કરાવ્યું હતું.
In Fact એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ નિગમના મુખ્ય કાર્યકારી અધિકારી પી અન્બાલાગને જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર અને ટેસ્લાના અધિકારીઓ વચ્ચે ચાર વાર બેઠક થઈ, આખરે લગભગ 7-8 મહિના પહેલા થઈ હતી. અમે જમીન આપવાની વાત કહી, તો મહારાષ્ટ્રમાં પ્રોડ્કશન ફેસિલિટીઝ શરૂ કરી શકે. રાજ્યમાં પહેલાથી જ કેટલીય ઓટો Company છે. જો કે, 2020ના અંતમાં થયેલી વાતચીત બાદ Company એ હજૂ કોઈ જવાબ આપ્યો નથી.
આ વર્ષે 12 જાન્યુઆરીએ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે ટેસ્લા કર્ણાટકમાં સંશોધન અને વિકાસ એકમ સ્થાપશે, પરંતુ બાદમાં તેમણે આ ટ્વીટ કાઢી નાખ્યું હતું. but ફેબ્રુઆરીમાં, તેમણે નિવેદન આપ્યું હતું કે ટેસ્લા કર્ણાટકમાં તેનું ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલશે. 7725 કરોડના ખર્ચે બેંગ્લોરથી 60 કિલોમીટરના અંતરે તુમાકુરુમાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાની ઘોષણા કર્યા પછી તેમણે ટેસ્લાનો સંદર્ભ આપ્યો હતો.
Windows-11 વિના તમે તમારા કોમ્પ્યુટર પર એન્ડ્રોઇડ એપ્લીકેશન ચલાવી શકો છો, જાણો કઈ રીતે ?
જમીન APSEZ ની અંદર અને બહાર બંને ઓફર
ગુજરાતે મુન્દ્રામાં અડા બંદરો અને વિશેષ આર્થિક ક્ષેત્ર (એપીએસઈઝેડ) ની અંદર અને બહાર બંને બાજુ જમીનની ઓફર કરી છે. એપીએસઇઝે 8,400 હેક્ટર જમીન છે, જેમાંથી અડધી જમીન ખાલી પડી છે. ‘અમે તેમને કહ્યું છે કે જમીન કોઈ મુદ્દો નહીં બને. જોકે, તેઓએ હજી સુધી નિર્ણય લીધો નથી કે તે ભારતમાં એક્સપોર્ટ યુનિટ હશે કે બંનેનું મિશ્રણ. એપીએસઈઝેડ મુન્દ્રા ખાતે સૌથી મોટો વ્યાપારી બંદર અને સેઝનું સંચાલન કરે છે. સેઝને ડ્યુટી મુક્ત એન્ક્લેવ તરીકે જાહેર કરવામાં આવ્યા છે જ્યાં ભારતીય કસ્ટમ્સ કાયદો લાગુ પડતો નથી.
ટેસ્લાએ સરકારને હજૂ કોઈ જાણ નથી કરી
જોકે, Companyએ હજી સુધી આવી કોઈ માહિતી રાજ્ય સરકારને આપી નથી, જેથી તેમની જરૂરિયાતો જાણી શકાય. દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘બેંગ્લોર કરતા ગુજરાતમાં જમીન ઘણી સસ્તી છે, પરંતુ પ્રશિક્ષિત માનવશક્તિની અછત છે અને મુન્દ્રા જેવા દૂરસ્થ સ્થળોએ ફોર્ચ્યુન 500 Companyઓને બોલાવવી મુશ્કેલ છે.