પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 15 જેટલા નબીરોઓને જુગટું રમતા રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં 1 ધારાસભ્ય Kesarisinh પણ હોવાનું સામે આવ્યું છે.
શિવરાજપુર નજીક ઝીમીરાના રિસોર્ટમાં રેડ
જુગાર રમતા 15 જેટલા નબીરાઓ ઝડપાયા
જુગાર રમતા 15 પૈકી એક ધારાસભ્ય પકડાયા
મળતી જાણકારી પ્રમાણે, પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં LCBએ દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે.
ગુજરાત ભાજપના ધારાસભ્ય ઝડપાયા
આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, ઝડપાયેલા 15 શખ્સો પૈકી એક ધારાસભ્ય છે. આ ધારાસભ્ય ભાજપની માતર બેઠકના Kesarisinh છે. આ તમામ લોકો જુગારની સાથે દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
કસીનો ટાઈપ જુગાર રમાડવામાં આવતો
તો એવું પણ જાણવા મળ્યું છે કે, રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી યુવતીઓ દ્વારા જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે હાલ લાખોને મુદ્દામાસ જપ્ત કર્યો છે અને નબીરોઓની ધરપકડ કરી છે. હાલ ઘટના સ્થળે પાવાગઢ પોલીસ સહિત LCBની ટીમ પણ પણ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકાની આ કંપની માટે ભારત સરકારનો આવકારો, કચ્છમાં ૧૦૦૦ હેક્ટર જમીન આપવા માટે પણ તૈયાર
Kesarisinh સાથે જોડાયેલો વિવાદ શું છે?
ગતવર્ષે રાજ્યસભાની ચૂંટણી વખતે હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો
મતદાન વખતે ધારાસભ્ય Kesarisinh અચાનક બીમાર થયા
એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યા હતા Kesarisinh
Kesarisinh વતી શંકરસિંહે પ્રોક્સી મતદાન કર્યુ હતું
Kesarisinhની બીમારીને લઇને ખુબ ચર્ચા થઇ હતી
ખરેખર બીમાર થયા,કે પછી ક્રોસવોટિંગના ડરથી ડ્રામા થયો!
કેમ કે ગુરૂવારે Kesarisinh સ્વસ્થ હતા
શુક્રવારે મતદાન શરૂ થયાની થોડી મિનિટ પહેલા જ બીમાર થયા
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી હતી
ચર્ચા એવી થઇ કે ક્રોસ વોટિંગના ડરે ભાજપે Kesarisinh પર વિશ્વાસ જ ન મૂક્યો!
મતદાન બાદ કોંગ્રેસે વાંધો પણ ઉઠાવ્યો હતો
ભાજપ-કોંગ્રેસે બેઠકો જીતવા ખુબ પ્રયાસો કર્યા હતા
દક્ષિણ ગુજરાતના બે ધારાસભ્યો સાથે કોંગ્રેસ સંપર્કમાં હોવાની ભાજપને ખબર હતી!
બે ધારાસભ્યોને સાચવવા મંત્રી અને નેતાઓને જવાબદારી સોંપાઇ હતી