WhatsApp સતત પોતાના યુઝર્સ માટે નવા-નવા અપડેટ આપતું રહે છે. કંપનીએ થોડાંક મહીના પહેલાં એક Disappearing Messages ફીચરને લોન્ચ કર્યું, જેમાં 7 દિવસ બાદ મેસેજ ડિલીટ થઇ જાય છે અને તેની સાથે 24 કલાકના ફીચર પર પણ કામ કરી રહી છે. આ સિવાય કંપનીએ હવે એક View Once નામનું ફીચર પણ રજૂ કર્યું છે કે જેમાં ચેટમાં મોકલવામાં આવેલા ફોટો અને વીડિયોને માત્ર એક વખત જોઇ શકાય છે ત્યાર બાદ તે ડિલીટ થઇ જશે. જો કે, યુઝર તેમાં આ View Once મોડ સાથે મોકલવામાં આવેલા ફોટો અને વીડિયોનો Screenshot લઇ શકે છે અને વોટ્સઅપએ આને લઇને ડિટેક્શન ફીચર પણ રજૂ નથી કર્યું.
વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo એ આને લઇને કેટલાંક સવાલોના જવાબ આપ્યાં છે કે કંપનીએ કેમ View Once મોડમાં મોકલવામાં આવેલા ફોટોમાં Screenshot ડિટેક્શન ફીચરને નથી જોડ્યાં.
WABetaInfo અનુસાર, વોટ્સએપએ યુઝર્સને પ્રોટેક્ટ કરવા માટે આવું કર્યું છે.
વોટ્સએપએ તાજેતરમાં જ જોડ્યું View Once ફીચર
WABetaInfo એ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે, વોટ્સએપએ આ સપ્તાહ પોતાના એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં View Once ફીચરને જોડ્યું છે કે જેમાં ચેટમાં મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો એક વખત જોયા બાદ ગાયબ થઇ જશે. આ ફીચર ખૂબ જ કામનું છે પરંતુ લોકો સતત ફરિયાદ કરી રહ્યાં છે કે, તેમાં ફોટો અથવા વીડિયોને મેળવનાર વ્યક્તિ Screenshot લઇ શકે છે કે જે ખરેખર બરાબર નથી. તેની પર WABetaInfo એ કહ્યું કે, વોટ્સએપએ તમને સુરક્ષિત રાખવા માટે Screenshot ને બ્લૉક અથવા તો નોટિફાઇ કરવાનું ફીચર નથી આપ્યું.
હકીકત જાણવા માટે આ લીંક પર ક્લિક કરો….
ચોમાસાની ઋતુમાં મફતમાં મળે તો પણ આ Vegetables ના ખાવા જોઈએ
યુઝર્સ બરાબર કરે ફીચરનો ઉપયોગ
વોટ્સએપ ઇચ્છે છે કે, યુઝર્સ આ ફીચરનો બરાબર ઉપયોગ કરે અને કોઇ પણ ખરાબ સ્થિતિમાં ન ફસાય. WABetaInfo અનુસાર, એન્ડ્રોઇડ વોટ્સએપમાં અલગ-અલગ એપ્સ અથવા તો પછી અન્ય રીતોનો ઉપયોગ કરીને Screenshot નોટિફિકેશનને દગો આપી શકાય છે અને મેસેજ મોકલનારને એ ખ્યાલ પણ નહીં આવે કે, તેના વીડિયો અથવા તો ફોટોનું રેકોર્ડિંગ થઇ જશે. એક યુઝરને જ્યારે એવું લાગે છે કે, Screenshot બ્લોક છે અથવા તો પછી નોટિફાઇડ છે તો તે આ શ્યોરિટી સાથે કેટલુંક પ્રાઇવેટ મોકલી શકે છે કે આ મીડિયા ફાઇલ્સને થર્ડ પાર્ટીની સાથે નહીં શેર કરવામાં આવે. પરંતુ તેને મેળવનાર વ્યક્તિ અન્યના ફોનથી ફોટો ક્લિક કરી શકે છે.
ફર્જી એપ્સને ડિટેક્ટ કરવા માટે વોટ્સએપ રજૂ કરશે નવી રીત
WABetaInfo એ લખ્યું કે, વોટ્સએપ આવી ખતરનાક એપ્સને બ્લોક કરવા માટે કેટલીક નવી રીતો શોધે છે. પરંતુ જે લોકોને મેસેજ મળી રહ્યાં છે એવાં લોકોને સતર્ક રહેવાની જરૂરિયાત છે. Screenshot ડિટેક્શન ફીચરને રજૂ કરવાને બદલે વોટ્સએપ પોતાના યુઝર્સને અને કેરફુલ રહેવા માટે કહી રહ્યું છે.