આ Device ની તૈયારી ૨૦૧૩ના વર્ષથી ચાલી રહી હતી : ત્યારથી ૨૦૧૭ વચ્ચે આશરે પાંચ લાખ લોકોની મેડિકલ સ્થિતિ તેમજ હાલતની વિગત આ Device માં ફીડ કરવામાં આવી છે.
જેનો જન્મ થયો છે તેનું મોત નિશ્ચિત છે. એક દિવસ બધા એ જવાનું જ છે. પરંતુ કયો દિવસ તમારી જિંદગી નો અંતિમ દિવસ હશે તે કોઈ કહી શકતું નથી. જો કે આવનારા સમય માં આ વાત ખોટી સાબિત થઇ શકે છે. સંશોધકોએ એક એવું મશીન બનાવવાનો દાવો કર્યો છે કે જે એવું જણાવી દેશે કે વ્યક્તિનું મોત કઈ તારીખે થશે. આથી વ્યક્તિ પાસે પોતાની બાકીની જિંદગી સારી રીતે જીવવાનો વિકલ્પ રહેશે.
માર્કેટમાં મોતની તારીખ જણાવતું એક કેલ્ક્યુલેટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ કેલ્ક્યુલેટરનું નામ છે Risk Evaluation for Support : Predictions for Elder Life in The Community Tools (RESPECT). જેમાં દુનિયાના વૃદ્ધોનો ડેટા નાખવામાં આવ્યો છે. જેનાથી તેમની જિંદગીની સરેરાશ ઉમર કાઢીને તેના મોતની તારીખની ગણતરી કરવામાં આવે છે. આ Device આગામી ચાર અઠવાડિયા માં થનાર મોતનું પણ અનુમાન લગાવી શકે છે.
આ Device ની તૈયારી ૨૦૧૩ થી ચાલી રહી છે. ત્યારથી ૨૦૧૭ વચ્ચે આશરે પાંચ લાખ લોકોની મેડીકલ સ્થિતિ તેમજ હાલતની વિગત આ Device માં ફીડ કરવામાં આવી છે. આ એવા લોકો હતા જેમનું આવનારા ૫ વર્ષોમાં મૃત્યુ થવાની સંભાવના હતી. આ જ આધારે સંશોધકોએ આગામી તૈયારી પર કામ શરુ કર્યું હતું. લોકોએ પોતાના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપી હતી. જેમાં તેમણે કમજોરી અને સ્ટ્રોકની માહિતી પણ આપી હતી. એના આધારે નક્કી કરવામાં આવ્યું કે તે વ્યક્તિ હવે આગામી કેટલા દિવસ સુધી જીવશે.
સંશોધકોને માલૂમ પડ્યું કે, બીમાર થયા બાદ વ્યક્તિ ઘટી ગયેલી શારીરિક ક્ષમતા સાથે તેના મોતનો સંબંધ છે. જો અચાનક બોડીમાં સોજો આવી રહ્યો છે, વજન ઓછું થઇ રહ્યું છે, ભૂખ નથી લાગી રહી તો એ મોતના નિશાન છે. તેનું આગામી મહીને જ મોત ની સંભાવના છે.