મુંબઈમાં હવે એવેસ્કૂલર નેક્રોસિસ એટલે કે બોન ડેથ (Steroid) ના કેટલાક મામલા જોવા મળ્યા છે.
મુંબઈમાં એવેસ્કૂલર નેક્રોસિસના ઓછામાં ઓછા 3 મામલા જોવા મળ્યા.
એવીએન સમાન્ય રીતે સ્ટેરોઈડના ઉપયોગના 5માંથી છઠ્ઠા મહિના બાદ થાય છે
હજું વધારે મામલા મળી શકે છે
મુંબઈમાં એવેસ્કૂલર નેક્રોસિસના ઓછામાં ઓછા 3 મામલા જોવા મળ્યા
કોરોના વાયરસનામાંથી સાજા થનારા લોકોમાં અનેક નવી નવી સમસ્યાઓ થઈ રહી છે. હાલમાં જ મ્યૂકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)ના અનેક મામલા સામે આવ્યા છે.
ત્યારે હવે એવેસ્કૂલર નેક્રોસિસ એટલે કે બોન ડેથના કેટલાક મામલા જોવા મળ્યા છે. એવેસ્કૂલર નેક્રોસિસમાં હાડકા ઓગળવા લાગે છે. એવું એટલા માટે થાય છે કેમ કે બોન ટિશ્યૂ સુધી બ્લડ યોગ્ય રીતે નથી પહોંચી શકતુ. મહારાષ્ટ્રના મુંબઈમાં એવેસ્કૂલર નેક્રોસિસના ઓછામાં ઓછા 3 મામલા જોવા મળ્યા છે. ડોક્ટરોની આશંકા છે કે આવનારા કેટલાક સમયમાં આ મામલા હજું વધશે. બ્લેક ફંગસ, અને એવેસ્કૂલર નેક્રોસિસનું મુખ્ય કારણ Steroid ને ગણાવવામાં આવી રહ્યું છે. દર્દીના સારવારમાં Steroid નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
3 દર્દીઓ ડોક્ટર છે
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં 40 વર્ષની ઉંમરના ઓછોમાં ઓછા 3 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલા અંગે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.સંજય અગ્રવાલે કહ્યું કે આમને ફીમન બોન (થાપાના હાડકાનો સૌથી ઉંચા ભાગ)માં દુખાવો થાય છે. ત્રણેય દર્દી ડોક્ટર હતા એટલા માટે તેમના લક્ષણોને ઓળખવામાં સરળતા રહી અને તેઓ તાત્કાલીક સારવાર માટે આવ્યા.
કોર્ટિકોસ્ટેરોઈડ્સના કારણે આવ્યા આ મામલા?
અગ્રવાલના રિસર્ચ પેપર ‘એવેસ્કૂલર નેક્રોસિસ અ પાર્ટ ઓફ લોન્ગ કોવિડ 19’ મેડિકલ જર્નલ બીએમજે કેસ સ્ટડીજ માં પ્રકાશિત થયું છે. જેમાં તેમણે કહ્યું કે કોરોનાના કેસમાં જીવન રક્ષક કોર્ટિકોસ્ટેરોઈડ્સનો મોટા પાયે ઉપયોગ થવાને કારણે એવીએન મામલા વધ્યા છે.
હજું વધારે મામલા મળી શકે છે
સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યુ કે જે દર્દી લાંબા સમયથી કોવિડ પીડિત રહ્યા છે અને તેમને Steroid ની જરુર છે. આ ચિંતાનો વિષય છે. રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે કહ્યું કે આ એવેસ્કૂલર નેક્રોસિસના મામલા પર તેમની નજર છે. તેમણે કહ્યું કે એક અથવા બે મહિનાની અંદર આવા મામલા આવી શકે છે કેમ કે એવીએન સમાન્ય રીતે Steroid ના ઉપયોગના 5માંથી છઠ્ઠા મહિના બાદ થાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં Steroid નો ખુબ ઉપયોગ થયો અને તેવામાં હજું વધારે મામલા મળી શકે છે.