ભારતીય પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે Rohit Sharma ને લઈને ભવિષ્યવાણી કરી હતી. ગાવસ્કરનું કહેવું છે કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાં Rohit Sharma વર્લ્ડ કપ 2019ના પ્રદર્શનને ફરીથી પુનરાવર્તન કરીને સારું પરફોર્મ્સ કરી શકે છે. રોહિતે વર્લ્ડકપ 2019માં કુલ 5 સદી ફટકારી હતી. અને આમ તેઓ એક વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો.
ગાવસ્કરનું માનવું છે કે Rohit Sharma આ દરમિયાન જે પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડીને બેટિંગ કરી તે લાજવાબ હતી. અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં પણ આવું કરતા દેખાશે.
હવે જો તેણે રોહિત શર્માને પોતાને ટેસ્ટ ક્રિકેટર સાબિત કરવો હોય તો તેણે આગામી છ ટેસ્ટ મેચ માટે મહત્ત્વની છે. આ ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર રમાવાની છે. ન્યુ ઝીલેન્ડની સામે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રોહિત શર્માને તક મળી છે, જ્યારે ઇંગ્લેન્ડની સામે ટીમ ઇન્ડિયાને પાંચ મેચોની સિરીઝ રમવાની છે. આ રીતે રોહિત શર્માને ખુદને સાબિત કરવા માટે છ મેચ છે.
ગાવસ્કરે પીટીઆઈને કહ્યું કે અમે બે વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં વિશ્વકપમાં Rohit Sharma ની પાંચ અવિશ્વસનીય સદી જોવા મળી હતી. તેમણે ખૂબસૂરતીથી તાલમેલ બેસાડ્યો હતો. હવે બે વર્ષ બાદ વધારે અનુભવી છે. એટલા માટે તેઓ આ પ્રદર્શનમાં પુનરાવર્તન કરી શરે તો આશ્ચર્યચકિત ન થવું.
રોહીત શર્માએ ઇંગ્લેન્ડની સરજમીન ઉપર ઓપનર તરીકે પહેલી ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના રૂપમાં રમી હતી. આ દરમિયાન તેમણે 34 અને 30 રનની ઇનિંગ રમી હતી.
રોહિતે બંને દાવની સારી શરુઆત કરી હતી. પરંતુ આને સારા સ્કોરમાં ફેરવી ન શક્યા. 4 ઓગસ્ટથી ભારતને ઇગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ શ્રેણી રમવાની આશા છે. રોહિત આ મેદાનમાં મોટો દાવ રમશે.