ગુજરાતના ચાર મહાનગરોમાં RTO કચેરીમાં હવેથી ઓટોમેટેડ Driving ટેસ્ટ ટ્રેક બે શિફ્ટમાં કરી દેવામાં આવ્યો છે. જેમાં Driving License પહેલી શિફ્ટ સવાર 6થી બપોરના 2.15 અને બીજી શિફ્ટ બપોરના 2.15થી રાત્રીના 10.30 વાગ્યા સુધીમાં ટેસ્ટ લેવામાં આવશે. જ્યાં સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે, ત્યાં સુધી રાતના 9.20 વાગ્યા સુધી ટેસ્ટ પૂર્ણ કરવાનો રહેશે. મહિલાઓ અરજદારો માટે વહેલી સવાર તેમજ રાત્રીના અનિચ્છનીય બનાવ ટાળવા GISFના જવાનો નિયુક્ત કરવાના રહેશે.
સુરત RTO માં હવે સવારે ૬ થી રાત્રે 9.20 વાગ્યા સુધી Driving ટેસ્ટ આપી શકાશે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં Driving ટેસ્ટ માટેની એપાઇન્ટમેન્ટ મોડી મળતી હોવાથી સમય વધારવા વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે. હાલ સુરત RTOમાં લાઇટ ફિટિંગ્સની કામગીરી ચાલી રહી છે. સંભવતઃ શુક્રવારે સાંજ સુધીમાં કામગીરી પૂરી થઇ જશે. દરમિયાન સોમવારથી ટેસ્ટ ટ્રેકનો સમય સવારે 06 વાગ્યા થશે.
કોરોનાને કારણે મહાનગરોમાં Driving ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ બે-અઢી મહિના લંબાવાયો છે. તાજેતરમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કરેલી સમીક્ષામાં આ વિગતો બહાર આવતા વેઇટિંગ પિરિયડ ઘટાડવા Driving ટેસ્ટની કામગીરીનો સમય વધારી સાડા 16 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. પરિપત્ર મુજબ અમદાવાદ, અમદાવાદ પૂર્વ, રાજકોટ, સુરત અને વડોદરાની RTO કચેરીમાં Driving ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ સવારના 6થી બપોરે 2.15 સુધીની અને બીજી શિફ્ટ બપોરે 2.15થી રાતે 10.30 સુધીની રહેશે. સવારે 6 વાગ્યે વેરિફિકેશનની કામગીરી થશે અને 6.30 વાગ્યાથી Driving ટેસ્ટ શરૂ થશે. મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે.
સુરત RTO માં બાઇક અને કારની Driving ટેસ્ટ માટે ત્રણ મહિનાનો વેઇટિંગ પિરિયડ છે. ઘણી વખત અરજદાર છ મહિનાના કાચા લાઇસન્સની અવધિ દરમિયાન માંડ એક વખત જ ટેસ્ટ આપી શકે છે. એટલે કે, એક વખત ટેસ્ટમાં નાપાસ થયા બાદ બીજી વખત ટેસ્ટ આપવાનો મોકો મળતો નથી. તેમજ અરજદારો મહિનાઓ સુધી કાચું લાઇસન્સ લઇને ફરતા રહે છે. આ સાથે જ નવા નવા Driving લાઇસન્સ ઈશ્યૂ થતાં રહે છે, તેથી વેઇટિંગ પિરિયડ ઓછો થવાનું નામ લેતું નથી.
ત્યારે અરજદારોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં સવારે 06 વાગ્યાથી રાત્રે 10.30 વાગ્યા સુધી ટેસ્ટ લેવા નિર્ણય લેવાયો છે. હાલ કરફ્યૂ હોવાથી રાતે 9.20 કલાક સુધી ટેસ્ટ લેવાશે. સુરત RTOના ટેસ્ટ ટ્રેક પર લાઇટિંગની કામગીરી બાકી હોવાથી સંભવતઃ સોમવારથી નવા નિયમની અમલવારી થઇ શકશે.