વિશ્વના Passport વચ્ચે ઓલિમ્પિક રમાડવામાં આવે તો જાપાનનો Passport બાકીના તમામ Passportને પાછળ રાખી દે તેવી સ્થિતિ છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ જાપાની Passport વર્ષ ૨૦૨૧નો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. હેનલી Passport ઇન્ડેક્સ વર્ષ ૨૦૦૬થી સતત વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટ માટે રેન્કિંગ જારી કરે છે. આ વર્ષે ભારત યાદીમાં ૬ સ્થાન પાછળ સરકીને ૮૪મા સ્થાનેથી ૯૦મા સ્થાને પહોંચી ગયું છે. ભારતીય પાસપોર્ટ વિશ્વના કુલ ૫૮ દેશોમાં ફ્રી વિઝા સુવિધા ધરાવે છે. આ સ્થાને મધ્ય આફ્રિકાના દેશ ગૈબોન અને તાઝિકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. રેન્કિંગમાં પાકિસ્તાન ૧૧૩મા સ્થાને તો અફઘાનિસ્તાન, ઇરાક અને સીરિયા સૌથી તળિયાને સ્થાને છે.
રેન્કિંગમાં પાકિસ્તાન ૧૧૩મા સ્થાને :અફઘાનિસ્તાન, ઇરાક અને સીરિયા સૌથી તળિયાને સ્થાને : ચીન અને યુએઇની યાદીમાં છલાંગ
હેનલી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા મુજબ જાપાની Passport ૧૯૩ દેશોમાં વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઇવલની સુવિધા ધરાવે છે. ૧૯૩ના શાનદાર સ્કોર સાથે જાપાને યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદીમા સિંગાપુર બીજા સ્થાને છે. તે દેશ ૧૯૨ દ્દેશોમાં વિઝા ઓન એરાઇવલ કે ફ્રી વિઝા એક્સેસ ધરાવે છે. તે પછીના ક્રમે ૧૯૧ ફ્રી વિઝા સ્કોર સાથે દક્ષિણ કોરિયા અને જર્મની છે. ફિનલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ અને સ્પેન યાદીમાં ચોથા ક્રમે છે. તે તમામ દેશો ૧૯૦નો વિઝા ફ્રી સ્કોર ધરાવે છે. બ્રિટન અને અમેરિકામાં રસીકરણ ખૂબ ઝડપી હોવા છતાં બંને દેશો યાદીમાં સાતમા સ્થાને છે. ઉત્તર કોરિયાને પણ નુકસાન પહોંચ્યું છે.
પાસપોર્ટ રેન્કિંગ યાદીમાં ચીન અને યુએઇએ છલાંગ લગાવીને ઊંચુ સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૧૧ પછી ચીન પહેલી જ વાર ૨૨ સ્થાન ઊંચે જઇને ૬૮ મુ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. ચીન પહેલાં ૯૦મા ક્રમે હતું. યુએઇ તો ૬૫મા સ્થાનેથી સીધું જ ૧૫મા સ્થાને પહોંચી ગયું છે.
Henli Passport Index Top 10
૧. જાપાન
૨. સિંગાપુર
૩. જર્મની , દક્ષિણ કોરિયા
૪. ફિનલેન્ડ, ઇટાલી, લક્ઝમ્બર્ગ, સ્પેન
૫. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક
૬. ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન
૭. બેલિજયમ, ન્યૂઝલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ, બ્રિટન, અમેરિકા
૮. ઝેક પ્રજાસત્તાક, ગ્રીસ, માલ્ટા, નોર્વે
૯. ઓસ્ટ્રેલિયા, કેનેડા
૧૦. હંગેરી, લિથુઆનિયા, પોલેન્ડ, સ્લોવેકિયા