રાજ્યમાં સરકારે મોડે મોડે પણ આખરે રાઈટ ટુ એજ્યુકેશન (Right To Education) એટલે કે મફત શિક્ષણના અધિકાર અંતર્ગત ધોરણ-1 માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી. દર વર્ષે માર્ચમાં થનાર આ પ્રક્રિયા આ વર્ષે જુલાઈ મહિનામાં થઇ. RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરવાની સીસ્ટમ છે. RTE ADMISSION માં અનેક વાલીઓના ફોર્મ રીજેક્ટ કરવામાં આવી રહ્યાં છે.
ભાવનગરની વાત કરીએ તો તારીખ 8 જુલાઈ સુધીમાં કુલ 3693 ફોર્મ ભરાયા છે, જેમાંથી 165 ફોર્મ વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવ્યા છે, વધેલા 3528 ફોર્મમાંથી 1392 સ્વીકૃત કરવામાં આવ્યા છે અને 167 ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. 1969 ફોર્મ ની ચકાસણી પ્રક્રિયા હાલ શરૂ છે.
આ ફોર્મ રીજેક્ટ થવાના અનેક કારણો છે. આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવામાં આવતી માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા સાથે સંકળાયેલા અમુક નિયમો છે જેનું વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. RTE ADMISSION માં ફોર્મ રીજેક્ટ શા માટે થાય છે એના કારણો જાણવા માટે અમે ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કર્યો. અહીં ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ હિતેશ દવે અને સીનીયર ક્લાર્ક દેવેન માવાણીએ RTE માં પ્રવેશ ફોર્મ ભરતી વખતે ફોર્મ શા કારણે ફોર્મ રીજેક્ટ થાય છે તેની માહિતી આપી છે જે આ પ્રમાણે છે :
1) ડોક્યુમેન્ટ ઝાંખા હોવાના કારણે : જો ઓનલાઈન ભરેલા ફોર્મમાં અપલોડ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ ઝાંખા હશે અને તેમાં રહેલી કોઈ વિગત વાંચી ન શકાય એવી હશે તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવે છે.
2) રહેઠાણનો પુરાવો : RTE માં પ્રવેશ ફોર્મ ભરતી વખતે મોટા ભાગના વાલીઓ રહેઠાણનો પુરાવો રજૂ કરવામાં ભૂલ કરે છે. વાલીએ પોતાના નામનો જ રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો છે.
Driving License માટે ગુજરાતના આ ૪ મહાનગરોની RTO માં Driving Test બે શિફ્ટમાં લેવાશે
ભાડે રહેતા વાલીએ જો મકાનમલિકનું લાઈટ બિલ કે નોટરી કરેલો ભાડા કરાર અપલોડ કર્યો હશે તો તે માન્ય ગણાશે નહી. ભાડા કરાર રજીસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ કરાવેલો જ અપલોડ કરવાનો રહેશે તથા તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરેલી હોવી જરૂરી છે.
ઘણી વાર રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના બદલે દાદાના નામનું રેશનકાર્ડ રજૂ કરવામાં આવે છે, જે પણ માન્ય નથી.
રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલું વાલીના નામના રેશનકાર્ડમાં પહેલું અને છેલ્લું બંને પેજ અપલોડ કરવાના હોય છે, પહેલું પેજ અપલોડ કર્યું હશે, પણ પરિવારનાં સભ્યોના નામ વાળું છેલ્લું પેજ અપલોડ નહીં કર્યું હોય તો પણ ફોર્મ રીજેક્ટ થશે.
3) BPL કાર્ડ : RTE માં ફોર્મ ભરતી વખતે વાલીએ સરકાર દ્વારા અપાયેલ BPL કાર્ડ અપલોડ કરવાનું છે, નહીં કે BPL રેશનકાર્ડ. જો BPL રેશનકાર્ડ અપલોડ કર્યું હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
4) આવકનો દાખલો : RTE માં વાલીનો આવકનો દાખલો ખુબ મહત્વનો છે. પણ આ વર્ષે RTE ADMISSION આવકનો દાખલો તારીખ 1-4-2019 કે તે પછી કઢાવેલો જ માન્ય ગણાશે, તેના પહેલાનો આવકનો દાખલો રજૂ કર્યો હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
ઘણી વાર વાલીઓ એ પણ ભૂલ કરે છે કે બાળકના પિતા હયાત હોવા છતાં આવકનો દાખલો માતાના નામનો રજૂ કરવામાં આવે છે, આ પણ માન્ય નથી.