RBI Imposed Penalty :
જો તમારુ ખાતુ SBI, Bank of Baroda, IndusInd Bank અને Bandhan Bankમાં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ આ ચાર બેંકો સહિત 14 બેંકોને Penalty લગાવી છે. આ તમામને અનેક રેગુલેટરી નિયમોના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવી છે.
14 બેંકો પર 14.5 કરોડ Penalty
આ તમામ 14 બેંકો પર કુલ 14.5 કરોડ રૂપિયાની Penalty લગાવવામાં આવી છે, જેમાં 2 કરોડ રૂપિયાની સૌથી મોટી Penalty બેંક ઑફ બરોડા પર લાગી છે. તે બાદ 1 કરોડ રૂપિયાની Penalty બંધન બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ ઇઝી, ઇન્ડિય બેંક, ઇંડસઇંડ બેંક, કર્ણાટક બેંક, કરૂર વેશ્ય બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, ધ જમ્મુ એન્ડ કશ્મીર બેંક અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સામેલ છે. 50 લાખ રૂપિયાની સૌથી ઓછી Penalty દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પર લાગી છે.
બેંકો પર આ કારણે લાગી Penalty
RBIએ કહ્યું કે, ‘કંપનીઝ ઑફ અ ગ્રુપ’ના ખાતાઓની તપાસ કરતાં જાણવા મળ્યું કે બેંક કેટલાંક નિયમોનું પાલન નથી કરી રહી. તેના માટે બેંકોને નોટિસ પણ ફટકારવામાં આવી અને તેમની પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો. બેંકોને કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ બેંકિંગ રેગ્યુલેશ એક્ટ, 1949ના નિર્દેશોનું પાલન ન કરવા માટે દંડ શા માટે ન ફટકારવો જોઇએ. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે બેંકોએ જે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે તેમાં NBFCsને લોન આપવા અને NBFCsને બેંક ફાઇનાન્સ કરવા સાથે સંબંધિત નિયમોની ઉપેક્ષા કરવી સામેલ છે.
ગ્રાહકો પર નહીં પડે અસર
રિઝર્વ બેંકે કહ્યું કે બેંકોમાં લાર્જ કોમન એક્સપોઝર્સની સેન્ટ્રલ રિપોઝિટરી, સેન્ટ્રલ રિપોઝિટરી ઑફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC)ની રિપોર્ટિંગ, સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓપરેટિંગ ગાઇડલાઇન્સને લગતાં નિયમોની ઉપેક્ષા કરવામાં આવી છે. આ સાથે જ બેંકોએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 19(2) અને સેક્શન 20(1)નું ઉલ્લંઘન કર્યુ છે. જો કે રિઝર્વ બેંકે તે સ્પષ્ટતા કરી કે બેંકો પર આ દંડ Regulatory complianceમાં ઘટાડાને લઇને ફટકારવામાં આવ્યો છે. તેને ગ્રાહકો સાથે કોઇ લેવાદેવા નથી.