સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આપી Delta Variantની ખાસ ચેતવણી
કોરોના વેક્સિન ન લેનારા લોકો કરી શકે છે નુકસાન
વેક્સિન ન લેનારા બનશે કોરોનાના નવા વેરિએન્ટની ફેક્ટ્રી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઘટ્યો છે. આ સમયે કોરોનાના Delta વેરિઅન્ટે ચિંતા વધારી છે. વિશેષજ્ઞો સતત રહે છે કે કોરોનાના પ્રકોપથી બચવું છે તો વેક્સીનેશન જલ્દી કરાવી લો. જે લોકો વેક્સીનેશનથી બચવાના બહાના શોધે છે તેમને સંક્રામક રોગ વિશેષજ્ઞોએ ખાસ ચેતવણી આપી છે.
તેમનું કહેવું છે કે વેક્સિન ન લેનારાને અન્યની સરખામણીએ વધારે ખતરો છે. જે લોકો વેક્સીનેશનથી બચવાના શોધી રહ્યા છે તેઓને માટે તેઓએ કહ્યું છે કે આ લોકો કોરોનાના નવા વેરિએન્ટની ફેક્ટ્રી બની શકે છે. સીએનએનના રિપોર્ટ અનુસાર વિશેષજ્ઞનું કહેવું છે કે અસંક્રમિત લોકોની સંખ્યા જેટલી વધારે હશે તેટલા જ વાયરસના વધવાની ક્ષમતા પણ વધશે.
અસંક્રમિત લોકોની સંખ્યા જેટલી વધારે હશે તેટલા જ વાયરસના વધવાની ક્ષમતા પણ વધશે.
તેઓએ કહ્યું કે નિમ્ન અને નિમ્ન મધ્યમ આવકવાળા દેશોમાં વેક્સિનની ઉપલબ્ધતાની ખામીની સાથે દુનિયાભરમાં વેક્સિનનો ખચકાટ વાયરસના નવા વેરિઅન્ટ અને ઘાતક મ્યૂટેશનને દબાવવામાં એક બાધાની જેમ કરામ કરી રહ્યો છે. રિપોર્ટના અનુસાર વેંડરબિલ્ડ યુનિ. મેડિકલ સેન્ટરમાં સંક્રામક રોગના વિભાગના પ્રોફેસર ડો. વિલિયમ શેફનરે કહ્યું કે અસંક્રમિત લોકોની સંખ્યા જેટલી વધારે હશે તેટલા જ વાયરસના વધવાની ક્ષમતા પણ વધશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આપી ચેતવણી
WHOના ચીફનું કહેવું છે કે Delta વેરિઅન્ટ ખતરનાક બની શકે છે. તેઓએ ચેતવણી આપતા કહ્યું છે કે દુનિયા કોરોના મહામારીના બાદ ખતરનાક સમયમાં છે. Delta જેવા વેરિઅન્ટ વધુ સંક્રામક છે અને સમય સાથે બદલાતા રહે છે. ટેડ્રોસે કહ્યું કે લગભગ દુનિયાના 100 દેશમાં ફેલાઈ રહેલો Delta વેરિઅન્ટ આવનારા દિવસોમાં ઝડપથી ફેલાતો વેરિઅન્ટ બનશે અને સાથે આ રીતે દુનિયામાં કોરોનાનો સૌથી વધારે સંક્રામક વેરિઅન્ટ હશે.
વેક્સીનેશન ખૂબ જરૂરી
Delta જેવા વેરિઅન્ટ સંક્રામક રહે છે અને અનેક દેશમાં ફેલાઈ રહ્યા છે. આ સાથે આપણે મહામારીના ઘાતક સમયમાં છીએ, કોઈ પણ દેશ હજુ સુધી આ ખતરાથી બહાર નથી. Delta સ્વરૂપ ખતરનાક છે અને સાથે સમય સાથે બદલાઈ રહ્યું છે. જેની પર સતત નજર રાખવાની જરૂર છે. જે દેશોની વસ્તી ઓછી છે ત્યાં વેક્સિન લાગી રહી છે તો સાથે જ હોસ્પિટલમાં ફરીથી દર્દીની સંખ્યા વધી રહી છે.
સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછા 10 ટકા લોકોનું વેક્સીનેશન
WHO ચીફનું કહેવું છે કે દુનિયાના નેતાઓને અપીલ છે કે તેઓ એકસાથે મળીને એ નક્કી કરે કે સપ્ટેમ્બરના અંત સુધી દરેક દેશ ઓછામાં ઓછું 10 ટકા લોકોને વેક્સીનેશન આપવાનું ધ્યાન રાખે અને આવનારા સમય સુધી દરેક દેશની 70 ટકા આબાદીનું વેક્સીનેશન કરી લેવામાં આવે.
આ સમાચાર વાંચવા માટે આ લીંક પર ક્લિક કરો…..
Whatsapp Screenshot ને બ્લોક કેમ નથી કરતું, જાણો તેની હકીકત…