મુંબઈના દરિયામાં ચાલતી ક્રૂઝ પાર્ટી પર દરોડા પાડીને મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપવાનુ આ ઓપરેશન જેમણે કર્યુ છે તેના હિરો એનસીબીના ઝોનલ ડિરેક્ટર Samir Wankhede છે. સંદીપ વાનખેડેએ (Sameer Wankhede) ક્રૂઝ પર દરોડા પાડનારી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા અને બોલિવૂડ સુપરસ્ટારના પુત્ર સહિત કુલ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ
તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની (Sushant singh Rajput ) આત્મહત્યા બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ Samir Wankhede પણ તે કેસની તપાસ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, સંદીપે આ કેસમાં ઘણી વખત રિયા ચક્રવર્તી અને સુશાંતના અન્ય મિત્રોની પણ પૂછપરછ કરી હતી.
Samir Vankhede કોણ છે ?
Samir Wankhede 2008 ના IRS-C & CE અધિકારી છે. એનસીબીમાં જોડાયા પહેલા, તેઓ ડીઆરઆઈ (Rvenue Intelligence) મુંબઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેણે ભૂતકાળમાં અનેક ડ્ર્ગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ પહેલા તેઓ NIA માં એડિશનલ એસપી અને AIU માં ડેપ્યુટી કમિશનરનું (Deputy Commissioner) પદ પણ સંભાળી ચૂક્યા છે. Samir Wankhedeનું પ્રથમ પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી તરીકે કરવામાં આવ્યુ હતું. બાદમાં તેમને આંધ્રપ્રદેશ અને દિલ્હી પણ મોકલવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં, સમીર અને તેની ટીમની આગેવાની હેઠળની તપાસમાં 17,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે.
કસ્ટમ અધિકારી તરીકે પણ કામ કર્યું છે
એક અહેવાલ મુજબ, Samir Wankhedeએ કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતી વખતે પણ ઘણા સેલિબ્રિટીઓને વિદેશી ચલણમાં ખરીદેલા સામાન પર ટેક્સ ન ચૂકવ્યો ત્યાં સુધી કસ્ટમ મંજૂરી આપી ન હતી. તેમણે અનેક સેલિબ્રિટીઓ સામે ટેક્સ ન ભરવા બદલ કેસ દાખલ કર્યો હતો.
સમગ્ર ગુજરાત નો વહીવટ કરતું સચિવાલય કઈ રીતે કામ કરે છે? કેટલા વિભાગો હોય છે, જાણો
બોલિવૂડમાં સમીરનો ડર
તમને જણાવી દઈએ કે, વર્ષ 2013 માં સમીરે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ગાયક મીકા સિંહને વિદેશી ચલણ સાથે પકડ્યો હતો. આ ઉપરાંત તેણે અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય, રામ ગોપાલ વર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સની માલિકીની મિલકતો પર પણ દરોડા પાડ્યા છે. Samir Wankhede એટલા સખ્ત છે કે, વર્ષ 2015 માં સોનાથી બનેલી ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી પણ કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા બાદ જ મુંબઈ એરપોર્ટ પરથી બહાર જવા દેવામા આવી હતી. તેમણે રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં પણ કામ કર્યું છે.
#WATCH | Narcotics Control Bureau (NCB) detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai yesterday
(Visuals from outside NCB office) pic.twitter.com/yxe2zWfFmI
— ANI (@ANI) October 2, 2021
NCBના ઝોનલ ડિરેક્ટર Samir Wankhede જણાવ્યું હતુ કે,આ ક્રુઝ પર પાડવામાં આવેલી રેડમાં કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે, આ ઓપરેશન દરમિયાન ડ્રગ્સ પણ મળી આવ્યુ છે.હાલ આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.