નારી શકિતનું મહાન પર્વ અને વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એવા Navratriનો સમૂહ Navratri પાવન પર્વહવે લોકહૃદયમાં થનગની રહ્યું છે. પાટણવાસીઓમાં મહા શક્તિના આ મહા ઉત્સવને ઉજવવાનો ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિમાં સરકારે કલબો અને જાહેર Navratriઓ પર પ્રતિબંધ મુક્યો છે. જોકે, સોસાયટી-મહોલ્લા અને પોળોમાં શેરી ગરબા યોજવા માટે કોઈ પાબંધી લગાવવામાં આવી નથી. ત્યારે શેરી ગરબામાં પણ વિવિધ ટ્રેડીશનલ ડ્રેસમાં સજી ધજી ગરબે ઘુમવા પાટણ વાસીઓમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Navratriને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નવલી Navratriના માહોલને વધુ રંગીન બનાવવા યુવા હૈયાઓ ગરબા તેમજ અલગ અલગ સ્ટેપની અવનવી સ્ટાઈલના ટ્રેડીશ્નલ ગરબાથી સજજ થઈ ગયા છે. તો જેના વગર Navratri પર્વ ઝાંખી લાગે તેવા ટ્રેકીલ ડ્રેસ અને વિવિધ વેરાયટીવાળી ગામઠી ચણિયાચોળી શહેરની બજારોમાં જોવા મળી રહી છે.
Navratri પર્વને લઈ શહેરના કાપડ બજારમાં અવનવી ડિઝાઈનવાળી રંગબેરંગી ચણીયાચોળીઓની ભરમારથી સમગ્ર બજારનો માહોલ રંગીન જોવા મળી રહ્યો છે. તો યુવતીઓ ગરબામાં સજજ થવા માટે અલગ અલગ પ્રકારની વેરાયટીવાળી ચણીયાચોળીની ખરીદી કરતા નજરે પડી રહી છે. અને આ પર્વને વધાવવા માટે પોતાનો ઉત્સાહ વ્યકત કરી રહી છે.
ચાલુ વર્ષે ટ્રેડીશ્નલ ડ્રેસ સહિત વિવિધ પ્રકારની ગામઠી ચણિયાચોળી તેમજ રાજસ્થાની ભરતકામ અને લેશવાળી ચણીયાચોળી ઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ ભાવોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે.
શહેરના કાપડ બજારમાં રૂ 300થી માંડીને રૂ. 5 હજાર સુધીની અદ્યતન વકૅવાળી ચણિયાચોળીઓ ઉપલબ્ધ છે. ત્યારે આદ્યશકિતના મહાપર્વને લઈ યુવતીઓ, મહિલાઓ સહિત યુવાહૈયાઓમાં અનેરો ઉમંગ જોવા મળી રહયો છે. જોકે, ક્લબોમાં Navratriની પરમિશન ના હોવાના કારણે હજી જોઈએ તેવી ખરીદી ના થતા વેપારીઓ પણ ખરીદીની વાટ જોઈ રહ્યા છે.
ગુજરાત સરકારે નોરતામાં આપી છૂટ, સાથે સાથે નાઈટ કર્ફ્યૂમાં પણ એક કલાકની આપી રાહત