જો તમે પણ રસ્તા પર ફાસ્ટ Vehicle ચલાવવાના શોખીન છો તો આજે જ તમારી Vehicleની સ્પીડ ઘટાડી દેજો નહીંતર તમારે તેના ખુબ જ ખરાબ પરિણામ ભોગાવવા પડી શકે છે. રસ્તા પર થઇ રહેલા અકસ્માતોને ટાળવા માટે તથા તેમને કાબુમા લેવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા હાલ અનેક પ્રકારના નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે.
હાલ લોકોની Vehicle ની સ્પીડને નિયંત્રણમાં લેવા માટે ઓથોરિટી દ્વારા હાઇવે પર સ્પીડ ડિટેક્ટિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે જો કોઈપણ સ્પીડ લિમિટની ઉપર Vehicle ચલાવશે તો તુરંત જ તે કેમેરામાં કેદ થઇ જશે.
આ હાઇટેક કેમેરા કાયમ માટે થાંભલાઓ પર ફિક્સ કરી દેવામા આવશે. જો કોઈપણ Vehicle ફૂલ ઝડપથી આ રસ્તા પરથી પસાર થશે તો આ કેમેરા તેનો ફોટો કેપ્ચર કરીને આ ઘટનાની તુરંત પોલીસને જાણ કરશે. આ કેમેરાની વિશેષતા એ છે કે, તેનો ઉપયોગ રસ્તા પર કોઈપણ જગ્યાએ થઇ શકે છે. તેથી હવે તમારી Vehicle પર પોલીસની તીક્ષ્ણ નજર રહેશે.
ક્યાં અને કેવી રીતે લાગશે હિડન કેમેરો ?
હાલ આ સિસ્ટમ દિલ્હી હરિયાણાના રસ્તા પર જોવા મળી રહી છે. અહીંની પોલીસે તેમની Vehicleની પાછળ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવી દીધી છે. અહીં કેમેરાની મદદથી જે કોઈપણ Vehicle સ્પીડમાં ચાલી રહી છે તેને રોકીને તેની પાસેથી ભારે દંડ વસુલવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, પોલીસે પોતાની મારુતિ સુઝુકી અર્ટિગામાં સ્પીડ ટ્રેપ કેમેરો લગાવ્યો છે. આ કેમેરામાં આવતા વિઝ્યુઅલ પર સતત એક ઓપરેટરની નજર હોયછે.
૨૦૦૦ ના ચલણ અને ડીએલ પણ થશે રદ :
ઓપરેટર જે પણ Vehicleને સ્પીડમાં જતી જુએ છે તે Vehicleના નંબર નોટ કરીને તેને પોતાના વરિષ્ઠ અધિકારી સુધી પહોંચાડે છે અને તેને આ વાહન રોકવા માટેની સૂચના આપે છે. ત્યારબાદ અધિકારી તે વાહન ચાલકને પકડીને તેનું 2 હજાર રૂપિયાનું ચલણ ફાડે છે. જો તે આ દંડ નથી ભરાતો તો તેનુ ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે રદ કરી શકાય છે.
કેવી રીતે કામ કરશે સ્પીડ ટ્રેપ કેમેરા?
આ કેમેરો રડાર આધારિત છે. આ કેમેરામા કોઈપણ Vehicleની સ્પીડને નિયંત્રણમાં લાવવા માટે ડોપ્લર ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રડાર કેમેરો રેડિયો વેવ્સ છોડે છે, જે પ્રકાશની ઝડપે મુસાફરી કરે છે. ત્યારબાદ આ રેડિયો વેવ કાર સાથે અથડાય છે અને અથડાયા પછી તે સિસ્ટમની સામે પાછા ફેંકાય છે જ્યાં તે તેના વાસ્તવિક સમયની ગણતરી કરવામાં આવે છે.
ભારતનું પ્રથમ Electric Small Commercial Vehicle લોન્ચ થયું, એક જ ચાર્જ પર 250 કિમી ચાલશે
લેઝર ગનની જેમ કરશે કામ :
આ સિસ્ટમ લેસર ગનની જેમ જ કામ કરે છે. આ લેસર બંદૂકો ઘણી મોંઘી છે. આધુનિક રડાર આધારિત સિસ્ટમ્સ એએનપીઆર એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ માન્યતા સિસ્ટમ સાથે આવે છે. તે Vehicleનો નંબર પણ નોંધે છે. એક વાત સ્પષ્ટ છે કે, આ સિસ્ટમ્સ આવ્યા પછી પોલીસને ઘણી મદદ મળવાની છે, જ્યારે સ્પીડમાં Vehicle ચલાવતાં ડ્રાઇવરોની પાસે ચલણના ઢગલા થવાના છે.