ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. 2016 માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ હતા. હવે ફરી ICIJ એ દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટીઓ પણ કરચોરીમાં સામેલ છે. આમાં ભારતીય ક્રિકેટરનું નામ પણ સામે આવી રહ્યું છે.
આ ઉપરાંત પોપ સિંગર શકીરાનું નામ પણ છે.
ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે પનામા પેપર્સ લીક થયા બાદ ઘણી ભારતીય હસ્તીઓ સાવચેત થઈ ગઈ છે, જેથી તેમની કરચોરીનો પર્દાફાશ ન થઈ શકે. ICIJ એ 1.19 કરોડ દસ્તાવેજો સ્કેન કર્યા હતા, જેમાં UKના BBC અને ધ ગાર્ડિયન ન્યૂઝપેપર, ભારતના ધ ઈન્ડિયન એક્સપ્રેસ સહિત 150 મીડિયા આઉટલેટના પત્રકારો સામેલ થયા હતા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં સામેલ છે.
સચિને પનામા પેપર્સ લીક કેસના ત્રણ મહિના બાદ બ્રિટિશ આઇલેન્ડ મિલકત વેચી
આ તપાસમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ પણ સામે આવ્યું છે. ICIJ અનુસાર, સચિને પનામા પેપર્સ લીક કેસના ત્રણ મહિના બાદ પોતાની બ્રિટિશ આઇલેન્ડની મિલકત વેચવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટમાં 60 થી વધુ ભારતીયોના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ચાલુ વર્ષે ભારત સરકારે પનામા પેપર્સને લઈ કર્યો હતો આ ખુલાસો
2016 માં હાથ ધરાયેલી તપાસમાં બહાર આવ્યું કે ભારતના ઘણા સરકારી અધિકારીઓ, રમત અને સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ પણ આમાં સામેલ હતા. આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો જેમાં પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી હતી.
Time Magazine List : દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM Modi, મમતા અને CEO પૂનાવાલાનો સમાવેશ
2016માં આ લોકોના નામ આવ્યા હતા સામે
ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ 2016 માં એક તપાસ હાથ ધરી હતી, જેમાં તેને દુનિયાભરના ઘણા પ્રખ્યાત લોકોની કરચોરી વિશે જાણવા મળ્યું હતું. આ તપાસમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા અને ઈક્વાડોરના રાષ્ટ્રપતિઓ, ચેક રિપબ્લિકના વડા પ્રધાન અને પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોન બ્લેર સામેલ હતા. એટલું જ નહીં, ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અબજોપતિઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.