Natukakaનું 77 વર્ષની વયે નિધન
ગુજરાતના મહેસાણાના વતની હતા Natukaka
લાંબા સમયથી કેન્સરના કારણે રહેતા હતા બીમાર
તારક મહેતા સીરિયલમાં Natukaka અને ગડા ઈલેક્ટ્રોનિક્સના મેનેજર એવા Natukakaથી જાણીતા બનેલા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે.
આજે મુંબઈમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ઘનશ્યામ પ્રભાકર નાયકને ગુજરાતી મૂળના જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકારની સાથે ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 8 વર્ષની ઉમરથી અભિનયની શરૂઆત કર્યા બાદ રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.
મહેસાણા જિલ્લાના વતની હતા Natukaka
ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ મે, ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. કારકિર્દીમાં તેઓએ લગભગ ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં કામ કર્યું હતું.
🙏🏻🙏🏻🙏🏻 ॐ शान्ति #Natukaka @TMKOC_NTF pic.twitter.com/ozyVHZrFvI
— Asit Kumarr Modi (@AsitKumarrModi) October 3, 2021
શું હતી Natukakaની છેલ્લી ઈચ્છા
જૂન મહિનામાં કેન્સરની સારવાર સમયે Natukakaએ તેમની છેલ્લી ઈચ્છામાં જણાવ્યું કે હું જીવનના અંતિમ શ્વાસ સુધી કામ કરવા ઈચ્છું છું. આ સિવાય તેઓએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેમનું નિધન થાય તો તેઓ મેકઅપ સાથે જ મોત ઇચ્છે છે.
લાંબા સમયથી રહેતા હતા બીમાર
ગત વર્ષે ઘનશ્યામ નાયકે (Ghanashyam Nayak) ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં 8 ગાંઠ કાઢવામાં આવી હતી. સતત ટ્રીટમેન્ટ બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો હતો. આ પછી તેઓએ કામ કરવાનું શરૂ કર્યું ત્યાં જ આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. તે સમયથી સતત તેની સારવાર લઈ રહ્યા હતા. આ લાંબા સમયની બીમારી બાદ આજે તેમનું નિધન થયું છે.
1968થી કરી કારકિર્દીની શરૂઆત
તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું, જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. ઘનશ્યામ નાયકે કારકિર્દીમાં કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. કારકિર્દીના શરૂઆત પાનેતર નાટકથી કરી હતી.
પરિવારમાં પણ બધા ધરાવતા હતા નાટકનો શોખ
ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના શોખીન હોવાની સાથે ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. Natukakaનો પરિવાર છેલ્લી 4 પેઢીથી કલાને સમર્પિત રહ્યો છે.
બબીતાજી બાદ વધુ એક અભિનેત્રીએ વાલ્મીકી સમાજનું કર્યું અપમાન , ધરપકડ કરો એની.
આ સિરિયલોમાં પણ અભિનય કરી ચૂક્યા છે Natukaka
મણીમટકું (ગુજરાતી) મટકાલાલ તરીકે (મુખ્ય કલાકાર)
ફિલિપ્સ ટોપ ૧૦ મખ્ખન તરીકે
એક મહલ હો સપનો કાના મોહન તરીકે
સારથી ઘનુ કાકા તરીકે
સારાભાઇ vs સારાભાઇ (૨૦૦૬) વિઠ્ઠલ કાકા તરીકે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (૨૦૦૮-હાલમાં) નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઇવાલા – Natukaka તરીકે
છુટા છેડા (૨૦૧૨) (ગુજરાતી)