મોબાઈલની Screen પર ગમે તેટલા ઓટીટી પ્લેટફોર્મ્સ આવે પણ ટેલિવિઝનનું મહત્વ ક્યારેય સમાપ્ત થવાનું નથી અને સેટેલાઈટથી ઉતરતી ચેનલનું પણ મહત્વન ઓછું થવાનું નથી. આપણે બધા જ આપણી પસંદગી મુજબ ટીવી ચેનલ જોઈએ છીએ, ક્યારેક ક્રિકેટ તો ક્યારેક સિનનેમા. પોતાના મનપસંદ શો અથવા ક્રિકેટ મેચ દેખતી વખતે તમે માર્ક કર્યુ છે કે ટીવી Screen પર થોડા અલગ નંબર વચ્ચે વચ્ચે આવતા રહે છે.
તેને જોઈને તમે વિચાર્યુ કે આખરે કેમ આ ટીવી પર આવે છે?
આ નંબર અલગ અલગ ટીવી સેટ્સ પર અલગ અલગ હોય છે. કારણ કે તમામ સેટ-ટોપ બોક્સ અલગ અલગ હોય છે. કોઈ પણ કંપનીનું સેટ-ટોપ બોક્સ હોય પણ ટીવી Screen પર તમને આ નંબર જોવા મળશે. તમામ સેટ-ટોપ બોક્સ માટે અલગ-અલગ નંબર જનરેટ થાય છે, તેથી બધા જ ટીવીમાં દેખાતો આ નંબર પણ અલગ અલગ હોય છે. તેને VC નંબર એટલે કે વ્યુઈંગ કાર્ડ નંબર પણ કહેવામાં આવે છે.
શું છે આ નંબર પાછળનું કારણ
આ નંબરને ટીવી પર ફ્લેશ કરવા પાછળ કરવાનું એક ખાસ કારણ છે. આજના સમયમાં ટીવીનું કન્ટેન્ટ ચોરી કરીને લોકો યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાખી દે છે. જેમ કે ક્રિકેટ મેચની લાઈવ સ્ટ્રીમિંગ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચલાવી દે છે અથવા કોઈ શોનું રેકોર્ડિગ કરી તેને પોતાની યુટયૂબ ચેનલ પર અપલોડ કરી દે છે. આ તમામ કામ પાયરસી હેઠળ આવે છે. તેને રોકવા માટે તમારા ટીવી Screen પર એક ખાસ પ્રકારનો નંબર ફ્લેશ થાય છે.
પાયરસીને રોકવાની રીત
કોઈ પણ ટીવી Screen પર દેખાતા આ નંબર સેટ-ટોપ બોક્સનું યૂનિક આઈ-ડી હોય છે. તેમાં ગ્રાહકોની જાણકારી સામેલ હોય છે. જેમ કે નામ, સરનામું. જો કોઈ પણ ટીવી પર ચાલી રહેલા કોઈ પણ શોનું રેકોર્ડિગ કરે છે તો આ નંબર તેમાં દેખાશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તે રેકોર્ડેડ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરશે તો ચેનલ તે નંબરના ઉપયોગથી તેની ઓળખ કરી લેશે.
એક નજર : Modi પહેલા અને Modi પછીનું ભારત
તેનાથી જાણી શકાશે કે આ શોનું રેકોર્ડિગ કયા થયું હતું. આ પ્રકારે આ નંબરના ઉપયોગથી પાયરસી કરનારાની વિરૂદ્ધ સરળતાથી કાર્યવાહી કરવામાં આવી શકે છે. કારણ કે આજના ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ટીવી ચેનલ પર ચાલનારા શોનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી દે છે. તેને રોકવા માટે આ રીતને અપનાવવામાં આવે છે.