શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી Bike કઈ છે? ચાલો આજે તમને એવી જ બાઈક વિશે જણાવીએ. આ બાઈક ખરીદવી એ સામાન્ય માણસના ગજાની વાત નથી પરંતુ તમે ચોક્કસ આશા જરૂર રાખી શકો છો.
આ Bike નું નામ નીમન માર્કસ લિમિટેડ એડિશન ફાઇટર (Neiman Marcus Limited Edition Fighter) છે. ચાલો જાણીએ આ મોટરસાઈકલની એવી કઈ ખાસિયત છે જે તેને વિશ્વની સૌથી મોંઘી મોટરસાઈકલ બનાવે છે.
એક Bikeની કિંમતમાં ખરીદી લેશો 81 BMW કાર
નીમન માર્કસ લિમિટેડ એડિશન ફાઇટરની કિંમત 11 મિલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 81.75 કરોડ (81,75,38,150) રૂપિયા છે. મોટરસાઇકલની હરાજી કિંમત 110,000 ડૉલરથી શરૂ થઈ હતી પરંતુ તે લગભગ 100 ગણી વધારે કિંમત સાથે 11 મિલિયન ડૉલરમાં વેચાઈ. આ બાઈકના માત્ર 45 મૉડલ જ બનાવવામાં આવ્યા હતા. એટલા માટે તેને લિમિટેડ એડિશન નામ આપવામાં આવ્યું છે.
આ સાધારણ કંપનીએ બનાવી યૂનિક Bike
નોંધપાત્ર રીતે, નીમન માર્કસ કંપની કોઈ ઓટોમોબાઇલ કંપની નથી પરંતુ લક્ઝરી ડિપાર્ટમેન્ટ સ્ટોર બ્રાન્ડ છે. પરંતુ જ્યારે આ કંપનીએ આ મોટરસાઇકલને હરાજી માટે લૉન્ચ કરી તો તેની કિંમત એટલી વધી ગઈ કે આ Bike દુનિયાની સૌથી મોંઘી બાઈક બની ગઈ. કંપનીનું માનવું છે કે આ મોટરસાઇકલ જે દેખાય છે તેના કરતા ઘણી વધારે છે.
બાળક Bike પર સાથે હોય તો સ્પીડ 40 થી વધવી ન જોઇએ : નિયમોમાં કર્યો ફેરફાર, જાણો…
શું છે Bike ની ખાસિયત?
આ Bike થોડી જ સેકન્ડમાં પોતાની 300 kmphની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે. તેની બોડી ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને કાર્બન ફાઇબરથી બનેલી છે અને તે ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે. આ બાઈક નું નામ ‘ઈવોલ્યુશન ઓફ ધ મશીન’ કહેવામાં આવ્યું હતું. તેમાં 120ci 45-ડિગ્રી એર-કૂલ્ડ વી-ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેને શક્તિશાળી બનાવે છે.
બાઈકના માત્ર 45 મૉડલ જ બનાવવામાં આવ્યા હતા. એટલા માટે તેને લિમિટેડ એડિશન નામ આપવામાં આવ્યું છે. નીમન માર્કસ લિમિટેડ એડિશન ફાઇટરની કિંમત 11 મિલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 81.75 કરોડ (81,75,38,150) રૂપિયા છે. મોટરસાઇકલની હરાજી કિંમત 110,000 ડૉલરથી શરૂ થઈ હતી પરંતુ તે લગભગ 100 ગણી વધારે કિંમત સાથે 11 મિલિયન ડૉલરમાં વેચાઈ.