સરકારે Pm કિસાન યોજનામાં કર્યો મોટો ફેરફાર
રજીસ્ટ્રેશન સમયે રેશનકાર્ડ આપવાનું રહેશે
15મી ડિસેમ્બર સુધી આવી શકે 10મો હપ્તો
સરકારે Pm કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો
સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm કિસાન યોજના)માં મોટો ફેરફાર કર્યો છે.
જો તમે પણ આ યોજનાનો લાભ લો છો, તો તમારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ. હવેથી આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને અન્ય તમામ દસ્તાવેજો સાથે રેશનકાર્ડ આપવા જરૂરી છે. જે ખેડૂત રેશનકાર્ડ નહીં આપે તે આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
રજીસ્ટ્રેશન સમયે રેશનકાર્ડ આપવાનું રહેશે
PM કિસાન યોજનાને લઈને ચાલી રહેલી છેતરપિંડી રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે. હવે તમને રેશનકાર્ડ વિના હપ્તાના પૈસા નહીં મળે. તમને જણાવી દઈએ કે, આ યોજના હેઠળ હવે નવા રજીસ્ટ્રેશન કરાવનારા તમામ ખેડૂતો માટે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તમને અથવા તમારા પરિવારના સભ્યોને રેશન કાર્ડ નંબર આપ્યા પછી જ આ યોજનાનો લાભ મળશે. આ સિવાય તમારે પોર્ટલ પર તમામ દસ્તાવેજોની સોફ્ટ કોપી પણ અપલોડ કરવાની રહેશે.આ ઉપરાંત હાલમાં આ યોજનાનો લાભ લઈ રહેલા તમામ ખેડૂતોએ તેમના રેશનકાર્ડ નંબર પણ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
આપવા પડશે આ ડોક્યુમેન્ટ
અરજદાર પાસે 2 હેક્ટર સુધીની જમીન હોવી જોઈએ
ખેતીની જમીનના કાગળો હોવા જોઈએ
આધાર કાર્ડ
ઓળખપત્ર
આઈડી પ્રૂફ, ડ્રાઈવિંગ લાઇસન્સ, મતદાર આઈડી
બેંક એકાઉન્ટ પાસબુક
મોબાઇલ નંબર
સરનામાનો પુરાવો
ખેતરની માહિતી (ખેતરનું કદ, ત્યાં કેટલી જમીન છે)
પાસપોર્ટ સાઇઝનો ફોટો
15મી ડિસેમ્બર સુધી આવી શકે 10મો હપ્તો
આ સ્કીમ હેઠળ સરકારે અત્યાર સુધી 9 હપ્તાના પૈસા ટ્રાન્સફર કર્યા છે. અને ટૂંક સમયમાં 10માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર, 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે.
દરરોજ 200 રૂપિયાની બચત કરો અને મેળવો 28 લાખનું રિટર્ન, જાણો LIC ની સ્કીમ વિશે
સરકારે આ યોજના હેઠળ 1.58 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા
તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આમાં, તમને 2000 રૂપિયાના 3 હપ્તા જારી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 11.37 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. સરકારે આ યોજના હેઠળ 1.58 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.