H-1B Visa ધરાવતા લોકોને લઈને INDIAN માટે સારા સમાચાર જે અમેરિકામાં વસે છે, American સરકારનો મોટો નિર્ણય H-1B Visa ધારકોના જીવનસાથીઓને work permits.
United States ના જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમિગ્રેશન માટે સાનુકુળ પગલાં લેતા,ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા માટે સહમતી દર્શાવવામાં આવી છે. આ પગલાથી હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે.
આ ઉનાળામાં સ્થળાંતર કરનારાઓની પત્નીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા દાખલ કરાયેલ ક્લાસ એક્શન કેસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું.
AILA વતી, જોન વાસ્ડેને જણાવ્યું હતું કે, “આ H-4 Visa ધારકો એવા લોકો છે જેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટસ ના એક્સટેન્શન માટેની શરતોને પૂર્ણ કરે છે પરંતુ ભૂતકાળમાં એજન્સી દ્વારા તેમને લાભ નકારવામાં આવ્યા છે, તેમને ફરીથી એલિજિબલ થવું પડશે અને રાહ જોવી પડશે.
American સૈનિકોને સુપર હ્યુમન બનાવતી એક દવા, સૈનિકો ક્યારેય ઘરડા નહી થાય
કારણ વગર નોકરી ગુમાવી રહ્યા છે લોકો
મંજૂરી નહીં મળવાને કારણે, તેઓ કોઈપણ માન્ય કારણ વિના તેમની ઊંચા પગારવાળી નોકરી ગુમાવી રહ્યા છે. વાસ્ડને કહ્યું કે અમેરિકન બિઝનેસને પણ આના કારણે નુકસાન થઈ રહ્યું છે.
90 હજારથી વધુ H-4 Visa ધારકોને ફાયદો
AILAના ફેડરલ લિટિગેશનના ડાયરેક્ટર જેસી બ્લેસે કહ્યું હતું કે, ‘અમે આ નિર્ણય પર પહોંચીને ખુશ છીએ અને H-4 માટે તે મોટી રાહત સાબિત થશે.’ નોંધપાત્ર રીતે, બરાક ઓબામા વહીવટીતંત્રે H-1 Visa ધારકોને જીવનસાથીની અમુક શ્રેણીઓમાં કામ કરવાનો અધિકાર આપ્યો હતો. અત્યાર સુધીમાં, 90 હજારથી વધુ H-4 Visa ધારકો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને કામ માટે અધિકૃત મંજૂરી મળી છે.
World Most Expensive Bike – કિંમત છે માત્ર – 81,75,38,150 રૂપિયા