Gujarat માં પણ 5G INTERNET આવી રહ્યું છે, પરીક્ષણ ચાલુ થઈ ગયું છે. સરકારે પણ પણ ફાળવી દીધા છે Spectrum
4G INTERNET ની સ્પીડ પણ Gujarat માં ઘણા સ્થળોએ સારી આવતી નથી. એ વચ્ચે 5G INTERNET ટેકનોલોજી પર કામગીરી શરૃ થઈ ગઈ છે એ પણ હકીકત છે.
Vodafone અને Idea એ Nokia સાથે મળીને ગાંધીનગર વિસ્તારમાં 5G INTERNET માટે સફળ પરીક્ષણ કર્યું હતુ. ગુજરાત સરકારે ગાંધીનગરમાં 5G ટેકનોલોજી માટે સ્પેક્ટ્રમ (તરંગો) ફાળવ્યા છે. એ સ્પેક્ટ્રમમાં આ બન્ને કંપનીઓએ મળીને પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન રિઅલ ટાઈમ ક્લાઉડ ગેમિંગ, ઈન્ટેલિજન્ટ વિડીયો સર્વેલન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 360 ડીગ્રી વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ વગેરે પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ બધી કામગીરીમાં ફાસ્ટ અને વિનાવિઘ્ને ચાલતા ઈન્ટરનેટની જરૃર પડતી હોય છે.
Vodafone અને Idea ના પરીક્ષણોમાં પુરવાર થયું છે કે, હાઈ સ્પીડ ડેટા, લૉ લેટન્સી અને 5G INTERNET ટેકનોલોજીની વિશ્વસનિયતા વ્યવસાયની કામગીરીમાં વધારો કરીને તેમના વિકાસને મોટો વેગ આપી શકે છે અને યુઝર્સ ની જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે છે.
Nokia સાથે Vodafone એ ગુજરાતના ગાંધીનગરમાં ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ જોડાણ પ્રદાન કરવા 5G પરીક્ષણો હાથ ધર્યા છે, જે માટે 17.1 કિલોમીટરના વિસ્તારમાં 5G જોડાણ સફળતાપૂર્વક પ્રદાન કર્યું છે, તો 100એમબીપીએસથી વધારે સ્પીડ આપી છે. આ સ્પીડ અદ્યતન ઉપકરણ સાથે હાંસલ કરવામાં આવી હતી, જેમાં Nokia ના એરસ્કેલ રેડિયો, કોર અને માઇક્રોવેવ ઇ-બેન્ડ સોલ્યુશન સામેલ છે.
પાંચ વર્ષમાં ગુજરાતમાં Internet યુઝર્સ અઢી ગણા વધ્યા, જાણો અત્યારે કેટલા વપરાશકારો છે ?
Nokia હેન્ડસેટ બનાવતી અગ્રણી અને પ્રતિષ્ઠિત કંપની છે. તો Vodafone અને Idea પણ તેના સક્ષમ ઈન્ટરનેટ ઈક્વિપમેન્ટ માટે જાણીતી કંપની છે. બન્નેએ ભારતમાં 5G INTERNET નેટવર્ક પુરું પાડવા જોડાણ કર્યું છે.
Vodafone-Idea ના MD અને CEO રવિન્દર ટક્કરે કહ્યું હતું કે, “અમારા 5G INTERNET ના પરીક્ષણો ચાલુ છે, જેનાથી વાયરલેસ મોબાઇલ કમ્યુનિકેશન ટેકનોલોજીની આગેકૂચ ચાલુ રહેશે. 5-G ટેકનોલોજીના કેસમાં અમને ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. અર્થતંત્રને પણ 5-G ટેકનોલોજી વેગ આપશે.”
Nokia ના Senior Vice President અને ભારતીય બજારના હેડ સંજય મલિકે કહ્યું હતું કે, “2 દાયકાથી વધારે સમયથી મજબૂત સંબંધો સાથે Nokia ને વોડાફોન આઇડિયા સાથે ગાંધીનગરમાં 5-G ટેકનોલોજીના પરીક્ષણોને ટેકો આપવા જોડાણ કરવાની ખુશી છે. અમે ભારત માટે 5-G ટેકનોલોજી ને સફળ બનાવવા સંયુક્તપણે કામ કરવા આતુર છીએ.”