માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટ્વીટરના મુખ્ય કાર્યકારી અધિકારી(CEO) જેક ડોર્સીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ભારતના પરાગ અગ્રવાલ ટ્વીટરના નવા સીઈઓ બનશે. પરાગ આઇઆઇટી બોમ્બેથી સ્નાતક છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સીટીથી કોમ્પ્યુટર સાઇન્સમાં ડોકટરની ડિગ્રી પણ લીધી છે. પરાગ અગ્રવાલ વર્ષ 2011થી ટ્વીટરમાં કામ કરી રહ્યા છે. એ સમયે કંપનીમાં એક હજારથી પણ ઓછા કર્મચારી હતા. એમણે 2017માં સીટીઓ(ચીફ ટેક્નોલોજી ઓફિસર)નું પદ સાચવ્યું છે.
ટ્વીટરમાં કામ કરવા પહેલા પરાગ માઈક્રોસોફ્ટ અને યાહૂમાં કામ કરી ચુક્યા છે. આ સમયે ગ્લોબલ ટેક્નોલોજી કંપનીઓમાંથી વધુની કમાન ભારતીયોના હાથમાં છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા છે તો ગુગલના સુંદર પીચાઈ. હવે ટ્વીટરના પરાગ અગ્રવાલ બનશે.
Deep gratitude for @jack and our entire team, and so much excitement for the future. Here’s the note I sent to the company. Thank you all for your trust and support 💙 https://t.co/eNatG1dqH6 pic.twitter.com/liJmTbpYs1
— Parag Agrawal (@paraga) November 29, 2021
સીઈઓ બનતા પહેલા પરાગ અગ્રવાલ કંપનીમાં સીટીઓ હતા
તમને જણાવી દઈએ કે ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલ છેલ્લા એક દાયકાથી ટ્વિટર સાથે જોડાયેલા છે. પરાગ અગ્રવાલે આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બીટેક અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું છે. પરાગ અગ્રવાલે ટ્વિટરમાં એન્જીનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે સીઈઓનું પદ સંભાળવા જઈ રહ્યો છે. CEO બનતા પહેલા અગ્રવાલ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) હતા.
અગાઉ પરાગ અગ્રવાલ ટ્વિટર પર આ કામો કરતા હતા
CTO તરીકે, પરાગે ટ્વિટરની ટેકનિકલ વ્યૂહરચના પર દેખરેખ રાખી, ગ્રાહક અને AIની દેખરેખ રાખી. પરાગ અગ્રવાલ ટ્વિટરના બ્લુસ્કાયનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેનો હેતુ ઈન્ટરનેટ મીડિયા માટે ખુલ્લા અને વિકેન્દ્રિત ધોરણો બનાવવાનો હતો.
આ કંપનીઓમાં પણ કામ કર્યું
ટ્વિટર પહેલા, પરાગ અગ્રવાલે માઇક્રોસોફ્ટ, યાહૂ અને એટીએન્ડટી લેબ્સ સાથે પણ કામ કર્યું છે. રિપોર્ટ અનુસાર પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ $1.52 મિલિયન છે.
એક જ દિવસમાં Tesla ના CEO ની સંપત્તિમાં આશ્ચર્યજનક વધારો
45 વર્ષીય જેક ડાર્સીએ ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, ‘કંપનીમાં વચગાળાના CEO થી CEO સુધીના લગભગ 16 વર્ષ કામ કર્યા પછી, મેં નક્કી કર્યું છે કે આખરે મારા માટે છોડવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ અમારા આગામી CEO હશે.