upstox હવે રોકાણકારોને WhatsApp મારફતે IPO માં રોકાણ કરવાની અને Demat accounts ખોલવાની સુવિધા આપશે.
upstox વ્હોટ્સએપ મારફતે IPO માટે સંપૂર્ણ સપોર્ટ પ્રદાન કરશે, ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવશે.
upstox ના ગ્રાહકોની સંખ્યા અંદાજે October, 2021 માં 1 મિલિયન નો વધારો થયો હતો, જેના પગલે એના કુલ ગ્રાહકોની સંખ્યા 7 મિલિયનથી વધી ગઈ હતી. કંપનીનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં એના ગ્રાહકોની સંખ્યા 10 મિલિયન સુધી કરવાનો છે.
Upstox ના Verified WhatsApp number +91 93212 61102 દ્વારા ગ્રાહક મેસેજ કરી શકે છે.
આ સેવાઓ upstox ના તમામ રજિસ્ટર્ડ અને અન્ય બ્રોકર્સ સાથે એકાઉન્ટ ધરાવતા નોન-રજિસ્ટર્ડ યુઝર્સ માટે ખુલ્લી છે. પરંતુ ધ્યાનમાં એ રાખવાનું છે કે WhatsApp પર કોઈ ડોક્યુમેન્ટ અપલોડ ન કરો અને ચેટ પર એટેચમેન્ટ તરીકે કોઈ ડોક્યુમેન્ટ મોકલવા નહીં.
નવી મુખ્ય ખાસિયત એ છે કે, રોકાણકારો upstox પર રજિસ્ટર્ડ હોય કે ન હોય, તેઓ એપ્લિકેશનની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તબક્કે વ્હોટ્સએપ ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યાં વિના કોઈ પણ IPO માં રોકાણ કરી શકે છે.
WhatsApp મારફતે upstox માં Demat account માટે સરળ, ઝડપી અને સુલભ રીત છે.
LIC ના આવી શકે છે 2 IPO, એક જ વાર માં આટલા મોટા IPO ને માર્કેટ નહી સંભાળી શકે
WhatsApp મારફતે upstox સાથે IPO માં રોકાણ માટેના સ્ટેપ
Step 1: IPO application માટે આ WhatsApp નંબર +91 93212 61102 પર ‘Hi’ લખી મેસેજ કરો અને ‘IPO’ પર ક્લિક કરો
– તમને પૂછવામાં આવશે ‘OPEN AN ACCOUNT ‘ કે ‘IPO’
– ‘IPO’ પસંદ કરો
Step 2: ‘Yes, Proceed ‘ પસંદ કરીને તમારા નંબરની પુષ્ટિ કરો અથવા જો તમે તમારો નંબર બદલવા માંગતા હોવ તો ‘No, Change no ‘ પર ક્લિક કરો.
Step 3: હવે તમારા નંબર પર મોકલેલ 6-અંકનો OTP દાખલ કરીને ચકાસો
Step 4: ‘Apply for IPO’ પર ક્લિક કરો.
Step 5: ‘Select IPO ‘ પર ક્લિક કરો.
Step 6: જે IPO ની અરજી કરવા માંગો છો તેને પસંદ કરો.
Step 7: પસંદ કરેલ IPO ની વિગત જોવા મળશે. અને ત્યાં 2 વિકલ્પ હશે ‘Apply now’ અને જો તમે અન્ય IPO જોવા માંગતા હોવ તો ‘View Other IPO’
– ‘Apply now’ પસંદ કરો
Step 8: હવે તમને તે કિંમત દાખલ કરવા માટે કહેવામાં આવશે કે જેના પર તમે તમારી બિડ લગાવવા માંગો છો. અમે કટ-ઓફ ભાવે બિડ કરવાની ભલામણ કરીએ છીએ કારણ કે જો IPO ઓવરસબ્સ્ક્રાઇબ થયેલ હોય તો કટ-ઓફ કિંમત કરતાં ઓછી કોઈપણ બિડને ફાળવણી મળવાની શક્યતા નથી.
Step 9: હવે સૂચિમાંથી 1-9 વચ્ચે તમે કેટલા લોટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો. જો તમે 9 થી વધુ લોટ પસંદ કરવા માંગતા હોવ તો ‘વધુ’ પર ક્લિક કરો અને આપેલ શ્રેણીમાંથી મહત્તમ લોટનો ઉલ્લેખ કરો.
Step 10: તમને હવે તમારી બિડ વિગતોનો સારાંશ જોવા મળશે. આગળ વધવા માટે, ‘આગળ વધો’ પસંદ કરો અથવા જો તમે કંઈક બદલવા માંગતા હોવ તો ‘બિડ બદલો’ પસંદ કરો
Step 11: આગળ, તમારે તમારું UPI ID દાખલ કરવાની જરૂર પડશે
Step 12: તમારી IPO અરજી સબમિટ કરવા માટે ‘સ્વીકારો અને આગળ વધો’ પસંદ કરો અથવા જો તમે તમારો વિચાર બદલો અને IPO માટે અરજી કરવા માંગતા ન હોવ તો ‘નકારો’ પસંદ કરો.
Step 13: હવે તમે કોઈપણ સમયે WhatsApp ચેટમાંથી તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો.
https://youtu.be/wSU-MGIZhzk