Infinix (ઇન્ફિનિક્સ ) સ્માર્ટફોન ક્ષેત્રે ભારત જાણીતી એવી બ્રાન્ડ છે. જે હવે લેપટોપ માર્કેટમાં પ્રવેશવાની તૈયારીમાં છે.
Infinix 8, December ના રોજ Flipkart પર Laptop લોન્ચ કરશે. જેનુ નામ INBook X1 Series છે.
આ લેપટોપની પ્રારંભિક કિંમત રૂ. 30,000થી રૂ. 39,999 હશે. મળતી માહિતી પ્રમાણે ઈન્ફિનિક્સ લેપટોપમાં Core i3, Core i5 અને Core i7 પ્રોસેસર્સ અને 8GB રેમ અને 512 GB સ્ટોરેજ આપવામાં આવશે.
આ પણ વાંચો: DGCA: 15-December-2021 થી નહીં શરૂ થાય Commercial International Flights, ઓમિક્રોનના જોખમને કારણે નિર્ણય.
Features of laptop
INBook X1 લેપટોપ Core i3, Core i7 અને Core i5 જેવા ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ લેપટોપમાં ઓલ મેટલ બોડી આપવામાં આવશે અને તેમાં સ્લિમ પ્રોફાઇલ હશે. ઈન્ફિનિક્સ INBook X1 અને INBook X1 Pro નવા વિન્ડોઝ 11 પર ચાલશે. જેમાં 512 GB NVMe સ્ટોરેજ અને 16GB સુધી RAM આવશે.
Color and Body: આ લેપટોપને રેડ, બ્લુ અને ગ્રે સહિત ત્રણ આકર્ષક રંગોમાં ઓફર કરવામાં આવશે. ઈન્ફિનિક્સ INBook X1માં એલ્યુમિનિયમ ફિનિશ સાથે લાઇટવેઇટ મેટલ બોડી આપવામાં આવશે.
Processor and storage: ઈન્ફિનિક્સ લેપટોપમાં Core i3 અને Core i5 પ્રોસેસર્સ અને 8GB રેમ અને 512 GB સ્ટોરેજ આપવામાં આવશે. આ સાથે ટોપ ટ્રિમ મોડલ પણ હશે. જેમાં 10મી જનરેશનનું ઈન્ટેલ કોર પ્રોસેસર અને 16 GB RAM અને 512 GB સ્ટોરેજ હશે.
Display: INBook X1 માં 14 ઇંચની FHD ડિસ્પ્લે આપવામાં આવશે. જે 300 નિટ્સની મહત્તમ બ્રાઈટનેસ આપી શકશે. અને Color Gamut 100% sRGB હશે.
Weight: INBook X1 સિરીઝ માં સૌથી હળવા લેપટોપ હશે. તેનું વજન ફક્ત 1.48 કિગ્રા હશે.
Battery: INBook X1 માં 55Whr Li-Po બેટરી આપવામાં આવશે. જે 65W USB-PD ચાર્જિંગ સાથે આવશે. જેનાથી 70% ચાર્જિંગ ફક્ત 55 મિનિટ માં થય શકશે
Security: Fingure Print સેન્સર થી પાસવર્ડ પ્રોટેકટેડ હશે
Price: Flipkart પર જોઈ એ તો અંદાજે આ લેપટોપ ની પ્રારંભિક કિંમત રૂ. 30,000થી રૂ. 39,999 હશે તેવો કંપનીએ સંકેત આપ્યો છે.