Vicky Kaushal – Katrina Kaif એ તેમના Wedding Photos ના રાઈટ્સ કરોડો માં એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનને વેચવાનો નિર્ણય કર્યો છે. આથી વિકી-કેટરિનાને કરોડોનો નફો પણ થશે.
Vicky Kaushal – Katrina Kaif ના wedding ની તૈયારીઓ ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે, Vicky Kaushal – Katrina Kaif તેમના Wedding Photos ના રાઈટ્સ એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનને વેચવાનો નિર્ણય કર્યો છે.
Vicky Kaushal – Katrina Kaif આ ડીલથી કરોડોનો નફો પણ થશે. આ ડીલ Katrina Kaif અને તેની ટીમે સાઈન કરી છે. આ ડીલ મુજબ કપલ સિવાય અન્ય કોઈ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી શકશે નહી.
Priyanka Chopra અને Nick Jonas ના પગલે ચાલી રહ્યા છે Vicky Kaushal – Katrina Kaif
Priyanka Chopra એ હિંદુ રીતિ-રિવાજ મુજબ રાજસ્થાનના ઉમેદ ભવનમાં Nick Jonas સાથે લગ્ન કર્યા હતા. તેમણે વોગ મેગેઝીન(Vogue magazine) ને તેમના wedding photos ના રાઈટ્સ પણ વેચ્યા હતા. પ્રિયંકાના આ રાઈટ્સ લગભગ $2.5 million માં વેચાયા હતા. આજ તક અનુસાર, કેટરિના કૈફ પણ ઘણી વખત આ મેગેઝીનના photoshoots કરી ચૂકી છે. હવે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, Vicky Kaushal – Katrina Kaif એ આ મેગેઝીનને લગ્નના ફોટાના રાઈટ્સ વેચ્યા હશે. વિકી-કેટરિનાની મેગેઝિન સાથેની આ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આના કારણે કપલને કરોડોમાં ફાયદો જરૂર થઈ રહ્યો છે.
આં પણ વાંચો : Google એ શરૂ કરી ફોટોઝ Hide કરવાની સુવિધા, બસ અપનાવો આ ટેક્નિક ને છુપાવો પર્સનલ વીડિયો
સિક્રેટ કોડ હશે તોજ મહેમાનને લગ્નમાં પ્રવેશ મળશે!
Vicky Kaushal અને Katrina Kaif શાહી લગ્ન (Vicky Kaushal & Katrina Kaif Royal Marriage)માં કોણ હાજરી આપશે તે વિશે વધુ માહિતી નથી. પરંતુ બોલિવૂડ લાઈફ ના એક અહેવાલ મુજબ Vicky Kaushal અને Katrina Kaif ના લગ્નમાં હાજરી આપવા માટે એક સિક્રેટ કોડ આપવામાં આવશે. આ કોડ ફક્ત તે મહેમાનોને જ જણાવવામાં આવશે જેમની પાસે લગ્નનું આમંત્રણ હશે. આટલું જ નહી, હોટલના રૂમમાં પણ આ જ કોડ સિસ્ટમ હશે જ્યાં મહેમાન રોકાશે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે, Vicky Kaushal અને Katrina Kaif ના wedding માં જે મહેમાનો આવશે તેમને તેમના અસલી નામથી નહી, પરંતુ એક ખાસ કોડ દ્વારા એન્ટ્રી મળશે.
ETimesના એક અહેવાલમાં, રણથંભોરના સૂત્રોએ જણાવ્યું છે કે, કેટરિના Vicky Kaushal અને Katrina Kaif ના wedding માટે 40 થી વધુ હોટલ બુક કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, 7 ડિસેમ્બર થી Vicky Kaushal Katrina Kaif Wedding માં મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. 7, 8, અને 9 ત્રણ દિવસ સુધી સમારોહ ચાલશે.