Jamnagar અને Ahmedabad માં corona પોઝિટિવ ની સંખ્યા માં વધારો, Gujarat માં દેશ – વિદેશ થી પરત ફરતા લોકો ને લીધે Omicron નું સંકટ વધ્યું છે.
હાલ ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનાં ખતરાને લઈ દેશ અને દુનિયા પર સંકટ ઊભું થયું છે.
જામનગર
Gujarat ના જામનગરનો આ રહેવાસી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો.એરપોર્ટ પર થયેલી તપાસમાં તેનો corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એ પછી દર્દીના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યુ હતુ.જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ દર્દી કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે.આ ખુલાસો થયા બાદ ગુજરાત સરકારમાં પણ હલચલ મચી ગઈ છે.
ભારતમાં સંભવિત પણે ઓમિક્રોન વેરિએન્ટનો આ ત્રીજો કેસ છે.આ પહેલા કર્ણાટકમાં તેના બે દર્દી મળ્યા હતા.આ બંને દર્દીઓએ કોરોના વેક્સીન લીધેલી છે.
222 પ્રવાસી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બ્રિટનથી આવ્યા.
જાણકારી મુજબ શુક્રવારે બ્રિટનથી 222 પ્રવાસી સીધી ફ્લાઇટ મારફતે Ahmedabad ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ અમુક દેશોમાંથી આવતા પ્રવાસીઓનો corona ટેસ્ટ તંત્ર દ્વારા ફરજીયાત કરવામાં આવી રહ્યા છે.
આવી રીતે આ 222 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવતીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી બ્રિટનમાં પણ કોરોના પોઝિટિવ થઇ હતી. પરંતુ 1 ડિસેમ્બરના રોજ તેનો corona રિપોર્ટ નેગિટિવ આવી ગયો હતો. જેથી તેને પ્રવાસની મંજૂરી મળી હતી.
આ યુવતી નો ahmedabad ખાતે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવતા તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે, જેથી કરી ને જાણી શકાય કે યુવતી corona ના કયા વેરિઅન્ટથી સંક્રમિત છે. યુવતી ને ઓમિક્રોન છે કે નહીં તેની જાણ પુણેથી રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બીજા પ્રવાસી ઓને નિયમ પ્રમાણે હોમ ક્વૉરન્ટિન સહિતની તમામ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad માં ‘વેક્સીન લો અને મોબાઇલ મેળવો’ ની ભેટ, રસીકરણ વધારવા AMC ની અનોખી પહેલ
દુબઇ થી Ahmedabad પરત ફરેલા 30 યુવાનો corona પોઝિટિવ
એમિક્રોન વેરિએન્ટના ફફડાટ વચ્ચે ahmedabad એરપોર્ટ પર દુબઈથી પરત ફરેલા 30થી વધુ યુવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ એ જાણ નથી કે corona ના કયા વેરિઅન્ટથી સંક્રમિત છે. સંક્રમિત જણાયેલા મોટાભાગના લોકોની ઉંમર 16થી 26 વર્ષ છે.
દુબઈ ખાતે યોજાયાલ લગ્ન સમારંભ માટે અમદાવાદથી જુદી-જુદી ફ્લાઇટો દ્વારા અંદાજે 500 થી વધુ લોકો ગયા હતા. જેમાંથી પરત ફરેલા 30થી વધુ લોકો corona પોઝિટિવ બન્યા છે. જેમાં થી કોઈ ઓમિક્રોનનો ભોગ હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ છે.
Maharashtra માં પણ 30 લોકોના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 2800 જેટલા લોકો ઓમિક્રોનના જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવ્યા છે. આ પૈકીના બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં હજી ઓમિક્રોનના કેસની જાણકારી સામે નથી આવી.