અમેરિકાના એક સ્પેસ ફોટોગ્રાફર Andrew McCarthy એ ઈન્સ્ટાગ્રામ પર સૂર્યની અદભૂત તસવીર શેર કરી છે જેને તેણે મોડિફાઈડ ટેલિસ્કોપથી કેપ્ચર કરવાનો દાવો કર્યો છે. ફોટોમાં, આપણે સૂર્યમંડળના સૌથી મોટા તારાની આસપાસની ગરમીની અદભૂત વિગતો જોઈ શકીએ છીએ. Andrew McCarthy , કે જેઓ પોતાને “ટેલિસ્કોપ સાથે માત્ર એક સામાન્ય વ્યક્તિ” તરીકે વર્ણવે છે, તેમણે કહ્યું કે તેણે સંશોધિત ટેલિસ્કોપનો ઉપયોગ કરીને સૂર્યની લગભગ 150,000 છબીઓ કેપ્ચર કરવાની હતી. પછી તેણે આ “અતુલ્ય વિગત” મેળવવા માટે તે ફોટાને જોડ્યા.
Andrew McCarthy એ દાવો કર્યો છે કે તેણે સૂર્યની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીર કેપ્ચર કરી છે. એન્ડ્રુએ સૌરમંડળના સૌથી મોટા તારાની આ તસવીર બનાવવા માટે 150,000થી વધુ વિવિધ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો છે.
300 મેગાપિક્સલમાં લેવાયા દોઢ લાખ ફોટા :
આ બધા જ ફોટા 300 મેગાપિક્સલની ફાઇનલ photo માં જોઇ શકાય છે. તે સામાન્ય ૧૦ મેગાપિક્સલ કેમેરાની ફોટો કરતા ૩૦ ગણી મોટી છે. તેમાં સૌથી ક્લોઝઅપ વ્યુમાં રહસ્યમય અંધકારમા સનસ્પોટ જોઈ શકે છે. આજથી પહેલાં સૂર્યની અમુક જ એવી ફોટોસ છે કે, જેમા તેની સપાટીના નીચેના કાળા દાગ-ધબ્બા અને અને અગ્નિની લપેટો પણ નજર આવે છે.
સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાનું રહસ્ય
સૂર્યની સપાટી પર જોવા મળતા આ ડાર્ક સ્પોટ્સ વાસ્તવમાં કાળા નથી હોતા. આ સ્થાનોમાંથી ખૂબ જ શક્તિશાળી કિરણો નીકળે છે, એવામાં ફોટોગ્રાફિક પ્રક્રિયા દ્વારા આ ધબ્બા કાળા દેખાય છે. સૂર્યની આવી તસવીર લેવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે. ફોટોગ્રાફરને સૂર્યના તેજ કિરણોથી આંધળા થવાથી બચાવવા માટે બે ફિલ્ટર સાથેના ખાસ ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સોલર કોસ્મિક કિરણો સૂર્યમાંથી નીકળે છે. તેમાં ઉચ્ચ ઊર્જાના કણો હોય છે. આ કિરણોમાં લગભગ 90 ટકા પ્રોટોન અને 10 ટકા હિલીયમના ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ પૃથ્વીના વાતાવરણ સાથે અથડાય છે ત્યારે સૌર તોફાન થાય છે.
View this post on Instagram
Andrew McCarthy ઇન્સ્ટાગ્રામ પર @cosmic_background નામનું એકાઉન્ટ પણ ચલાવે છે. મેકકાર્થીએ જે પણ ઈમેજ ડાઉનલોડ કરવા ઈચ્છે છે તેને અહીં મેળવવાની મંજૂરી આપી છે. ઈમેજને “Fire and Fusion” શીર્ષક આપવામાં આવ્યું છે અને તે $50 (આશરે ₹3,766)માં ઉપલબ્ધ છે. ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે સૌર સપાટી પરની વિગતો બરાબર દર્શાવે છે કે 29 નવેમ્બરે બપોરે 2 વાગ્યે “મારા બેકયાર્ડના વેન્ટેજ પોઈન્ટથી” સૂર્ય કેવો દેખાય છે.
આ પણ વાંચો : ફરિયાદની 24 કલાકની અંદર ફેક પ્રોફાઈલ બંધ કરવાનું ફરજિયાત, જાણો શું છે Social Media કંપનીઓ માટે નવા નિયમો