General Bipin Rawat : Chief of Defence Staff of the Indian Armed Forces
- ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કૉલેજ જઈ રહ્યા હતા.
- ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
- સળગતા હેલિકોપ્ટરમાંથી 3 લોકોએ માર્યો હતો કુદકો.
13 of the 14 personnel involved in the military chopper crash in Tamil Nadu have been confirmed dead. Identities of the bodies to be confirmed through DNA testing: Sources
— ANI (@ANI) December 8, 2021
બુધવારે બપોરના સમયે તમિલનાડુના કુન્નૂર ખાતે એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું. CDS General Bipin Rawat અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો ભારતીય વાયુસેનાના Helicopter માં સવાર હતા. આ જીવલેણ અકસ્માતમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ ટેસ્ટિંગ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સેના અને સ્થાનિક પોલીસ અધિકારીઓ અકસ્માતના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન એક ઘટનાને પ્રત્યક્ષ જોનાર એ આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. આ ઘટનાને પ્રત્યક્ષ જોનાર નું નામ કૃષ્ણસામી છે. કૃષ્ણસામી ના કહેવા મુજબ તેને મોટો અવાજ સાંભળતા ની સાથે જ ઘરની બહાર નીકળીને જોયું કે હેલિકોપ્ટર એક ઝાડ સાથે બીજા ઝાડ પર અથડાયું હતું અને એક મોટો ધડાકો થયો હતો.
2-3 લોકોએ લગાવી હતી હેલીકોપ્ટરમાથી છલાંગ :
કૃષ્ણસામીના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ઝાડ સાથે અથડાતું હતું ત્યારે તેમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે હેલિકોપ્ટર માંથી 2-3 લોકોને કૂદતા જોયા હતા, જે બધા જ આગમાં બળી ગયા હતા. કૃષ્ણસામીએ પોતાના સાથીઓને ભેગા કર્યા અને બચાવ કામગીરી શરૂ કરી. મળી આવેલા તમામ મૃતદેહો ૮૦ ટકા સુધી સળગી ગયા છે.
CDS General Bipin Rawat વેલિંગ્ટન જઈ રહ્યા હતા :
જોકે સીડીએસ જનરલ બિપિન રાવતની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ભારતીય વાયુસેના તરફથી એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ અકસ્માત અંગે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. એમ-સિરીઝ હેલિકોપ્ટર સીડીએસ જનરલ બિપિન રાવતને વેલિંગ્ટનની ડિફેન્સ સ્ટાફ કોલેજમાં લઈ જઈ રહ્યું હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: RT-PCR ટેસ્ટ શું છે, તે શા માટે કરવામાં આવે છે અને વિવિધ રાજ્યોમાં આ માટે કેટલો ચાર્જ વસુલવામાં આવે છે.