Lock down in Norway: સમગ્ર દુનિયામાં corona નુ જોખમ મંડરાઈ રહ્યુ છે. બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા corona ના નવા વેરિઅન્ટ Omicron થી સોમવારે પહેલુ મોત નીપજ્યુ. આ વચ્ચે નોર્વે સરકારે પોતાના દેશમાં આંશિક રીતે Lock down લાગુ કરી દીધુ છે. ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.
United Kingdom માં November 27 ના પહેલો Omicron કેસ નોંધાયો હતો. વડા પ્રધાન Boris Johnson એ આકરા પ્રતિબંધ લાગુ કરી દીધા છે. રવિવારે તેમણે કહ્યુ કે દેશમાં ત્રીજી લહેરની આશંકા છે. બ્રિટનનુ કહેવુ છે કે જો કાર્યવાહી કરવામાં આવી નહીં તો મહિનાના અંત સુધી Omicron થી દસ લાખ લોકો સંક્રમિત થઈ શકે છે
Lock down in Norway – નોર્વેમાં આંશિક લોકડાઉન
Omicron ના સંક્રમણના કારણે નોર્વેમાં આંશિકરીતે લોકડાઉન ( lock down in Norway ) લાગુ કરી દેવાયુ છે. નોર્વેના વડાપ્રધાને કહ્યુ કે Omicron ના સંક્રમણના કારણે રેસ્ટોરનટ અને જિમ બંધ કરી દેવાયા છે. Covid-19 ના કડક નિયમ લાગુ કરી દેવાયા છે. આશંકા છે કે જાન્યુઆરીમાં નવા કેસ પ્રતિ દિન 300,000 સુધી પહોંચી શકે છે.
વડાપ્રધાન Jonas Gahar Stoer એ કહ્યુ કે lock down in Norway પ્રતિબંધોને વધુ કડક કરશે. Corona વાયરસના Omicron વેરિઅન્ટ પર કાબૂ મેળવવા માટે વેક્સિનેશન ઝડપી કરવામાં આવશે.
વડા પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે કેટલાક લોકો માટે આ એક તાળાબંધી જેવુ લાગશે. પરંતુ લોકોના જીવન માટે કડકાઈ વરતવી ઘણી જરુરી છે.
અહીં રેસ્ટોરનટ, જિમ, સ્વિમિંગ પુલ બંધ કરવા અને સ્કુલોમાં પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરાઈ છે.
આં પણ વાંચો: INDIA મા Corona વાયરસના નવા વેરિઅન્ટ Omicron ની એન્ટ્રી, આ રાજ્ય માં નોંધાયા 2 કેસ
Omicron પર નથી વેક્સિનની પહેલા જેવી અસર
એક નવા અધ્યયનથી જાણ થાય છે કે Corona વાયરસના Omicron વેરિઅન્ટ પર વેક્સિન ઘણી ઓછી પ્રભાવી છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાંતાક્રૂઝના બિલી ગાર્ડનર અને માર્મ કિલપેટ્રિકે કમ્પ્યુટર મોડલ તૈયાર કર્યા, જેમાં પહેલાના વેરિઅન્ટ વિરુદ્ધ કોવિડ-19 રસીકરણ પર ડેટા સામેલ કરવામાં આવ્યા હતા.
ઓમિક્રોન વિરુદ્ધ Pfizer/BioNTech વેક્સિન પર પ્રારંભિક ડેટા સામેલ હતા. તેમના મોડલ જણાવે છે કે Pfizer/BioNTech અથવા મોર્ડર્ન (એમઆરએનએ.ઓ) થી એમઆરએનએ વેક્સિનના બે ડોઝ બાદ Omicron થી બચાવ લગભગ 30 ટકા છે, જે ડેલ્ટા પર 87 ટકા હતો. કિલપેટ્રિકે કહ્યુ, બૂસ્ટર લગભગ 48% સુધી સુરક્ષા આપે છે.